SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ એમના કાર્યની મહાનતા બોલતી હોય છે. મેં એમને નિકટથી જોયા છે. એમાં પણ સાહિત્યિક નિકટતા અધિક છે. મને લાગે છે કે એમની વાણી બોલતી વાણી છે. એમના સાહિત્યમાં દર્શનનું ઊંડાણ અને ભાવોનું ગાંભીર્ય છે. એમના સાહિત્યમાં બધી જગાએ સ્યાદ્વાદનું દર્શન થાય છે. જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ એમના ચિંતનને વૈશ્વિક અને અર્થઘટનને મૌલિક, માર્મિક અને માંગલિક ગણાવે છે. એકવાર ગુરુદેવ તુલસીના સાનિધ્યમાં મહાપ્રજ્ઞ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અધ્યાપન કરાવી રહ્યા હતા. અનેક સાધુ-સાધ્વીઓ અને સમણીઓ આનો લાભ લઈ રહ્યા હતા. તત્ત્વાર્થસૂત્રનો અંગ્રેજી અનુવાદ કરનાર જેન વિદ્વાન ડૉ. નથમલ વટિયા પણ રોજ એમાં ભાગ લેતા. એક વાર નયવાદનું પ્રકરણ ચાલી રહ્યું હતું. મહાપ્રજ્ઞ આ અઘરા વિષયની અનેક સમસ્યાઓનો સરલ ભાષામાં બોધ આપી રહ્યા હતા. ડૉ. ટાટિયાજી એમની પ્રજ્ઞાથી એટલા બધા પ્રભાવિત થયા અને કહ્યું, મહાપ્રજ્ઞશ્રી હું તમને જૈનપરંપરાના આચાર્ય સિદ્ધસેન માનું છું અને ગુરુદેવ તુલસીને ઉદ્દેશીને કહ્યું “ગુરુદેવ! પ્રશાસક બહુ મળશે પણ મહાપ્રજ્ઞ જેવા વિદ્વાન, પ્રજ્ઞાવાન અને વિલક્ષણ બુદ્ધિમાન નહીં મળે.' ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીના નિમિત્તે સાહૂ શાંતિપ્રસાદ જૈનના નિવાસસ્થાન પર ગુરુદેવ તુલસી અને મહાપ્રજ્ઞજીના સાનિધ્યમાં સાહિત્યકારોની ગોષ્ઠી ચાલતી હતી. એમાં રાષ્ટ્રકવિ દિનકર, જૈનેન્દ્રકુમાર, ડો. વિજયેન્દ્ર સ્નાતક, યશપાલ જૈન, કનૈયાલાલ મિશ્ર પ્રભાકર' વગેરે વિદ્વાનો ઉપસ્થિત હતા. આ વખતે ગહન વિચારોનું સંસ્કારી સાહિત્ય આપવા માટે પ્રભાકરજીએ મહાપ્રજ્ઞજીને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા. આચાર્ય મહાપ્રજ્ઞજીની ચિર વિદાય વેળાએ “ગુજરાત સમાચારમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ લખ્યું છેઃ ‘આચાર્યશ્રી તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુ-શિષ્યની અનુપમ જોડીએ તેરાપંથ સમાજમાં પ્રચંડ ક્રાંતિ કરી. આજથી સાઠ વર્ષ પહેલાં આ સમાજ પાસે પુસ્તક રૂપે સંપ્રદાયની આચારસંહિતાની નાની, ફાટેલી-તૂટેલી પુસ્તિકા હતી. એમાંથી આ ગુરુશિષ્યએ જ્ઞાનનું એવું પ્રચંડ આંદોલન જગાડ્યું કે આજે એકમાત્ર આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખેલા અઢીસો પુસ્તકો મળે છે. ભગવાન મહાવીર વિશે એમણે જેટલા ગ્રંથોની રચના કરી તેટલા ગ્રંથો આજ સુધી કોઈએ રચ્ય નથી. આજે છવીસસો વર્ષે પણ ભગવાન મહાવીર વિશેષ પસ્તુત છે, એની એમણે વાત કરી. જૈન આગમો પર સાંપ્રદાયિક સંકીર્ણતા તજીને વ્યાપક દૃષ્ટિએ ભાષ્યની રચના કરી. અન્યત્ર એવું ન હોય, તેવી ગાથાઓ કાઢી નાખવામાં આવતી અથવા તેનો મારીમચડીને અન્ય અર્થ કરવામાં આવતો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞજીએ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સૂત્રકતાંગ જેવાં બાર આગમો પર વિસ્તૃત ભાષ્ય લખ્યું જેનાથી એમણે પૂ. અભયદેવસૂરિ, ૨૧૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy