SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદજી આ વાતાવરણની બાકાત કેમ રહી શકે? ખાદી પહેરવી, રેંટિયો કાંતવો, ભૂગર્ભ પ્રવૃત્તિમાં રસ લેવો, સ્વાતંત્ર્યવીરોને સહકાર આપવો વગેરે રૂપચંદજીની પ્રવૃત્તિ બની અને લગ્ન માટે શરતો મૂકી, ખાદી જ પહેરશે અને જૈન વિધિથી જ લગ્ન કરશે. અને દઢ માનવીની આ શરતો સ્વીકારાઈ અને લગ્નની શરણાઈ ગૂંજી ઊઠી. રૂપચંદજીને દાદા ગુરુ પૂ. આચાર્ય વિજયધર્મસૂરિજીમાં અનન્ય શ્રદ્ધા હતી. જીવનની વિકટ પળોએ એઓ “બાપજીને યાદ કરતા અને સહાય મળી રહેતી. રોજ સવાર-સાંજ આ “બાપજીની એઓ આરાધના કરતા. આ આરાધના એમનામાં શ્રદ્ધા, સંસ્કાર અને બાળ જન્માવતાં. આ આરાધના જ એમની બધી સફળતાનો આત્મા હતી. | (૨) હવે કેટલાક અમી છાંટણાભર્યા શબ્દો એમના સુપુત્ર વલ્લભભાઈની ઉપર નિર્દેશેલ પુસ્તિકામાંથી અવતારીએ : મહામાનવ રૂપચંદજીનું જીવન એટલી બધી ઘટનાઓ અને પ્રતિભાઓમાંથી અલંકૃત છે કે તેને સંક્ષિપ્તમાં લખવાનું અસંભવ છે. રૂપચંદજીને શિવપુરીથી નાની ઉંમરમાં જ વિભિન્ન વિષયોમાં રસ પડ્યો. અને તેનાથી આરંભ થયો પુસ્તક સંગ્રહનો અને તેમાંના દરેક પુસ્તકના અધ્યયન અને ચિંતનનો. યોગ, સાહિત્ય, વિભિન્ન મતોના ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો, ઇતિહાસ, કાવ્ય, ઈત્યાદિ વાંચ્યાં અને યથાશક્તિ બાળકોને વંચાવ્યાં. જ્યોતિષશાસ્ત્ર તથા હસ્તરેખા શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષ છોડીને આયુર્વેદને અપનાવ્યું. આયુર્વેદનાં પુસ્તકોનો વિપુલ સંગ્રહ કર્યો, ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને સેવાનું માધ્યમ બનાવ્યું. અનેક ઔષધિઓ બનાવી. જીવનભર પોતાનું સ્વાથ્ય સાચવ્યું. (સોનેરી વાળને કાળા બનાવ્યા અને અંત સુધી વાળ કાળા રહ્યા.) અન્યોની સેવા કરી, ત્યાં સુધી કે હૉસ્પિટલમાં ડૉક્ટરો તથા નસના પણ ઉપચાર કર્યા. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપર સારી નિપુણતા. જૈન
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy