SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞા જ રશ્મિ ઝવેરી ડો. રશ્મિભાઈ ઝવેરી આચાર્ય મહાપ્રજ્ઞજના સમુદાયના નિકટના પરિચિત છે. પોતાની ધર્મભાવનાને કારણે તેઓએ પૂ. મહાપ્રજ્ઞજીની સંસ્કારસરિતાને સારી રીતે ઝીલીને તેમની સાહિત્ય-યાત્રાનો સુંદર પરિચય પ્રસ્તુત લેખમાં કરાવ્યો છે. – સં.] ૧. જીવન ઝરમર ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મફુરણાથી સંસારનો ત્યાગ કરી જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અષ્ટમાચાર્ય કાલુગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્ય મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાત વેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા અને બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઇતિહાસમાં આવા ગુરુ-શિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કૉલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે તુલસી વિશ્વ વિદ્યાલયમાં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સૈદ્ધાંતિક પરિચય, પ્રવચન, લેખન અને આગમ-સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું, અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહિ પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કોલકાતા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યો. એ કહેતા કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૦૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy