SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રીની લેખિની સ્વાભાવિક રીતે વહેતી ગંગા પ્રવાહ જેવી શાંત, સુરમ્ય અને પ્રભાવશાળી હતી. સંયમ માર્ગના પ્રેરક એવા પૂજ્યશ્રીના જીવનમાં અનેકાનેક ગુણો પ્રકાશિત હતા. એમના દિલમાં દંભનો છાંટો ન હતો, અહમનો કાંટો ન હતો. સહનશીલતા અજબ-ગજબની હતી. જ્ઞાનની પ્રાપ્તિ અને પરિણતિ તેઓશ્રીને મોટા પ્રમાણમાં થઈ હતી. સ્વભાવમાં ચંદન જેવી શીતલતા હતી. છતાં જાત માટે તેઓ સૂર્યની જેમ કઠોર તાપવાળા બની શકતા. એનો અનુભવ તો બીમારીમાં મહિનાઓના મહિના સુધી અલૂણા આહા૨ ૫૨, દિવેલ અને મગના પાણી ૫૨ કે મોળી ચા ઉપર પ્રસન્નભાવે રહેલા એમને જેણે જોયા હોય તેઓ જ કહી શકે! તેઓએ પોતાના વડીલ ગુરુ ભગવંતોથી સ્વતંત્ર થઈને રહેવાનો વિચાર સરખો પણ કર્યો ન હતો. ગુરુ પ્રત્યે ભક્તિ, પ્રેમ, બહુમાન એમના દિલમાં તરવરતાં હતાં. આ પુણ્ય પુરુષે પોતાના ગુરુ ભગવંતોની સેવા સાથે પોતાના પરમ ઉપકારી (પિતા) પૂ. પં. શ્રી સુબુદ્ધિવિજયજી મહારાજ સાહેબની અનન્ય ભાવે સેવા સાથે અંતિમ નિર્મામણ કરાવી તેમ જ પોતાના બેન) સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ સાહેબને પાટણ મુકામે કેન્સરની બીમારીમાં પણ અપૂર્વ સમાધિ માટે ભવ્ય નિર્મામણ કરાવી. ભક્તોને, શિષ્યોને, જ્ઞાનભંડારોને, ઉપાશ્રયોને, બાહ્ય પ્રસિદ્ધિને તેઓ પોતાની અંગત મૂડી માનતા ન હતા. તેમણે ‘શશધર'ના નામે કલમનો પ્રવાસ આરંભ્યો. તેની સાથે તેમણે ‘ફૂલ અને ફોરમ'નો વિભાગ પણ શરૂ કર્યો. ક્યારેક તેમની જાહેર પ્રવચનોની શ્રેણી પણ યોજાતી જેમાં ‘ભારતીય સંસ્કૃતિનો આપણને પ્રાપ્ત થયેલ ભવ્ય વારસો' આ વિષયને અનુલક્ષીને જાહેર પ્રવચન ફરમાવતા. ચાતુર્માસ દરમિયાન રોજ ૪-૪ કલાક સુધી સાધ્વીજી ભગવંતોને વાચના પ્રદાન કરતા. એમના સાહિત્યના કેટલાક વાક્યો ચિરંજીવ સત્યનો સાક્ષાત્કાર કરાવે એવા છે. દા.ત. નૃત્યો વિમા હિં મૂ' મૂર્ખ ઊઠ જાગ ! મૃત્યુથી શા માટે ડરે છે. ઘેલછાને ખંખેરી મૃત્યુ ઉપર વિજય મેળવવા તૈયાર થા અને તે માટે ફરી જન્મ ન લેવો પડે તે રીતે જીવનને જીવતા શીખ. ૮૫થી વધારે સંપાદિત સર્જીત પુસ્તકોની સૃષ્ટિમાં જે ઊંડા ઊતરે એને જ પૂજ્યશ્રીની કામણગારી કલમનો અને સરસ્વતી દેવીની એમને મળેલી કૃપાનો ખ્યાલ આવી શકે. વર્તમાન વાતાવરણમાં જીવનાર પ્રત્યેક વ્યક્તિએ સંવત વર્ષ ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ એઓશ્રીએ લખેલ લઘુ નિબંધોનું પુસ્તક દીપમાલા’ વાંચવું જરૂરી છે. તેઓશ્રીનો ચારિત્રપર્યાય ૫૫ વર્ષનો હતો. તેઓ ઘણી વાર કહેતા, કે જીવન અભ્યાસ છે, મ૨ણ પરીક્ષા છે અને સમાધિ સર્ટિફિકેટ છે. આજે પૂજ્ય ૨૦૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy