SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતા તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી. કામધેનું હવે અહીં નહીં દૂઝે! કલ્પવૃક્ષો હવે અહીં નહીં ફળે.” શ્રી ઋષભદેવની આ વાત આજે પણ એટલી જ સત્ય નથી લાગતી! ઋષભદેવના કથાનક દ્વારા લેખકે અહીં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને વણી લીધા છે. સાદું અને નિખાલસ જીવન અર્થાત્ સત્ય અને અહિંસા. અને હવે પેટ પર પોટલો એટલે સંગ્રહવૃત્તિ છોડી અપરિગ્રહી બનવું તે. માનવીને સુખી બનાવવાની જડીબુટ્ટી બતાવતા શ્રી ઋષભદેવના કથાનક દ્વારા લેખક કહે છે – “સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થાશો.” અહીં બીજાને મદદ કરવા દ્વારા દાનનો મહિમા વર્ણવ્યો છે. આજની આપણી વર્તમાન લોકશાહીમાં પણ દેશનું સુકાન સંભાળનારને પ્રેરણારૂપ બને એવો આદર્શ આપતાં સાતમા અને અંતિમ કુલકર નાભિરાયા કહે છેઃ “રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક. સમગ્ર પ્રજાનો એ પતિ. પ્રજાના સુખ-દુઃખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર... રાજ્યપદ એટલે જવાબદારીનું સદા જાગતું બંધન.... કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજ્યપદ” (પાનુ ૧૮૭, ભગવાન ઋષભદેવ) આદિ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવે યુગલિયા ધર્મ નિવારી સૌ પ્રથમવાર લગ્નપ્રથાની શરૂઆત કરી. પ્રભુએ પ્રરૂપેલા લગ્નના આદર્શને સંસ્કારોના ચિંતક, સમાજના હિતેચ્છ, સમાજશાસ્ત્રી જયભિખ્ખું ભગવાન ઋષભદેવની યુગલિ. સુમંગલાના મુખે આવી રીતે રજૂ કરે છે, “આપણાં સંતાનને આમ નહીં જીવવા દઈએ. આપણી પુત્રીને કોઈના પુત્ર સાથે ને આપણા પુત્રને કોઈની પુત્રી સાથે નિયોજીશું. એમ કરીશું તો જ આ માનવકુળો વચ્ચેથી રોજની લડાઈઓ, વેરઝેર ઓછાં થશે. આજે તેઓ ભેગા થઈને જે ઝેરી લડાઈઓ લડે છે, એ ઝેર આ રીતે લોહીની સગાઈ ઉતારી શકશે.” તાત્પર્ય કે દીકરી લેવા-દેવાનો વ્યવહાર થાય તો માનવીના આંતરિક સંબંધોમાં લોહીના સંબંધો બંધાય અને તે દ્વારા સમાજમાં ઐક્ય-પ્રેમ-સ્નેહ વધે. યુગની શરૂઆતનો માનવી વનવગડામાં, જંગલોમાં, ગિરિ શિખરો પર અહીંતહીં ભટકતો હતો. કલ્પવૃક્ષો ક્ષીણ થઈ ગયા હતા. તેથી તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા કારણ કે અત્યાર સુધી જે અપરિગ્રહવાળો હતો તે પરિગ્રહવાળો બન્યો. અપરાધ કોને કહેવાય તેની જાણ નહોતી તે અપરાધ કરવા લાગ્યો. આ સમયે નવલકથાના નાયક શ્રી ઋષભદેવની એક જ ચિંતા છે, “આ માનવજાતનો ઉદ્ધાર કેમ થાય? એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ ૧૮૬ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy