SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસર્જન પાછળની દૃષ્ટિ સમજાતાં એમણે લખ્યું છે કે, “માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા “ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.” જયભિખ્ખું અહીં તેમના સર્જનનો હેતુ સ્પષ્ટ કરે છે. ઐતિહાસિક નવલકથાઓમાં આધુનિક વૈજ્ઞાનિક યુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને જચે એવા પૌરાણિક સંદર્ભના અદ્યતન સમાજને અનુરૂપ અર્થઘટનો કર્યા છે. એ જયભિખૂની નવીનતા છે. એમણે કુલ ૩૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. કામવિજેતા, સ્થૂલિભદ્ર (૧૯૪૦), વિક્રમાદિત્ય હેમુ (૧૯૪૪), ભગવાન ઋષભદેવ (૧૯૪૫), શત્રુ કે અજાતશત્રુ ભાગ ૧-૨, (૧૯૬૧) જેવી ૨૦ પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક નવલકથા; પારકા ઘરની લક્ષ્મી (૧૯૫૦), કન્યાદાન (૧૯૬૪), પગનું ઝાંઝર (૧૯૬૭), જેવા ૩૬૫ વાર્તાઓ સમાવતા ૨૧ વાર્તાસંગ્રહ; રસિયો વાલમ અને બીજાં નાટકો (૧૯૫૫) જેવાં ૭ નાટકો; નિગ્રંથ ભગવાન મહાવીર (૧૯૫૬), સિદ્ધરાજ જયસિંહ, શ્રી ધર્મસૂરીશ્વરજી ચરિત્ર, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી, શ્રી ચારિત્રવિજયજી, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી જેવા ચરિત્રોમાં નિરૂપણની નવી ભાત જયભિખ્ખને યશ આપનારી બની છે, પ્રતાપી પૂર્વજો ભાગ ૧થી ૪, કુલ ર૩ ચરિત્ર ગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની ૧૦ શ્રેણીમાં ૬૬ ટૂંકાં ચરિત્રો, તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્ય મળે છે. આમ ગુજરાતી અને જૈન સાહિત્ય ક્ષેત્રે એમનું વિપુલ અને નોંધપાત્ર પ્રદાન છે. જયભિખ્ખની નવલકથાઓમાંની ભાષાશૈલી સરળની સાથે વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા છતાં ધારદાર ચિંતનાત્મક વિધાનો એમના ગદ્યને સર્જનાત્મક લય આપે છે. જયભિખ્ખ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની સંયુક્ત રજૂઆત એમની ભગવાન ઋષભદેવ', “ભક્તકવિ જયદેવ', 'મવિજેતા જેવી નવલકથાઓને અવિસ્મરણીય બનાવી છે. “ભક્ત કવિ જયદેવ' નામની નવલકથા પરથી “ગીતગોવિંદનામનું ચિત્રપટ તૈયાર થયેલ. હાલમાં જ ડો. ધનવંતભાઈ શાહે આ નવલકથા પરથી તેનું નાટ્યરૂપાંતર કરે છે. તેનો નાનો એવો ભાગ (એક્ટ) અમદાવાદમાં શ્રીકુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ શ્રી મહેશ ચંપકલાલ રજૂ કર્યો હતો. જયભિખુને અધ્યાત્મ-જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એમની પંદર કૃતિઓને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિલના દીવા' નામના એમના પુસ્તકને પ્રૌઢ સાહિત્ય, બાળસાહિત્ય અને તેના અંગ્રેજી અનુવાદને – એમ ત્રણ રીતે પારિતોષિકો મળ્યા હતા. કે. લાલ જાદુગર જયભિખ્ખના ખાસ મિત્ર હતા. તેમને જયભિખ્ખની જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું + ૧૮૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy