SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેદનાઓથી ધબકતા બન્યા. આ બધા કરતા પણ વિશેષ નવલકથાકાર જયભિખ્ખુની ગદ્યશૈલી છે. સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસના કારણે એમણે પોતાના ભાવ પ્રગટ કરવા માટે શબ્દો શોધવા જવા પડતા નથી. એમની છટાદાર શૈલી વાચકને નવલકથાના પ્રવાહમાં ખેંચી જાય છે તો એમની વર્ણન શૈલી કથાના વાતાવરણની જમાવટ કરે છે અને વાચક અનુપમ રસાનુભૂતિ કરે છે. જેમ ચિત્રકાર પોતાની પીંછીથી ચિત્ર સર્જે છે એ જ રીતે આ લેખક શબ્દ ચિત્રો રચી શકે છે. આથી જ ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ભરત-બાહુબલિની કથા આલેખાતી ‘રાજવિદ્રોહ’ નામની નવલકથામાં લેખક આદિયુગને હૂબહૂ દર્શાવી શક્યા છે. જીવનધર્મી સવાયા સાહિત્યકાર જ્યભિખ્ખુઃ જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ. અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?” આ શબ્દો મૃત્યુ પૂર્વે રોજનીશીમાં નિખાલસતાપૂર્વક લખનાર હતા શ્રી બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ, જે ગુજરાતી સાહિત્ય જગતમાં જ્યભિખ્ખુ’ના નામે પ્રસિદ્ધ છે. પુરુષાર્થને પરમધર્મ માનીને જીવ્યા. એમના જીવનનું સોનેરી વાક્ય હતું, તું તારો દીવો થા.' એમણે સ્વયં પોતાના આત્મદીપકને પ્રજ્વલિત બનાવ્યો અને સતત વાંચનની વૃત્તિ અને લેખનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા. આવા જયભિખ્ખુના જીવનની શબ્દવેદીને એમની વિદાયનાં વરસો પછી પણ વિસ્મૃત કરી શકાય તેમ નથી. બાલાભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસને શુક્રવારે, તા. ૨૬ જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વીંછિયામાં થયો હતો. એમના પિતાનું નામ વીરચંદભાઈ હીમચંદ દેસાઈ હતું અને માતાનું નામ પાર્વતીબહેન. બાલાભાઈને ઘરમાં બધા ‘ભીખો’ કહેતા. ચાર વર્ષના ભીખાને મૂકીને પાર્વતીબહેને ચિરવિદાય લીધી. એટલે એમનો ઉછેર મોસાળમાં થયો. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ લીધું નહોતું. બાલ્યકાળથી જ પિતા અને બીજા અન્ય કુટુંબીજનો તરફથી ધર્મપ્રીતિ અને જૈન ધર્મના સંસ્કાર તેમને સુપેરે પ્રાપ્ત થયા હતા. તેથી શ્રી વિજયધર્મસૂરિ (કાશીવાળા)એ મુંબઈમાં સ્થાપેલી વીરતત્ત્વ પ્રકાશ મંડળમાં તેઓ સંસ્કાર શિક્ષણાર્થે દાખલ થયા. આ સંસ્થાએ જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું ત્યાં ત્યાં કાશી, આગ્રા અને અંતે શિવપુરીમાં નવ વર્ષ રહી સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા સાહિત્યનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનનો તલસ્પર્શી અભ્યાસ પણ તેમણે કર્યો હતો. શિવપુરીના ગુરુકુળમાં વિદેશી વિદ્વાનો જૈન ધર્મના અભ્યાસ અર્થે આવતા. તેઓના સંપર્કમાં આવતાં જયભિખ્ખુને અંગ્રેજી ભાષા સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કારોનો પરિચય ૧૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy