SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રણ કરતો જિનમાર્ગનું જતન ગ્રંથ અત્યંત ખપનાં જ્ઞાનનાં પ્રાધાન્યવાળો છે. અને વર્તમાનમાં જૈન ધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને * સાધનાપથનો વિચાર કરતો જિનમાર્ગનું અનુશીલન' ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. જૈન ધર્મની આધારશિલા સમી રત્નત્રયી આ ગ્રંથોમાં સમતુલાથી ઉપસી છે. લેખકે જીવનનાં મૂલ્યો માટે એક એક ક્ષણ આપી છે. પુરુષાર્થથી એક વ્યક્તિ અનેક ક્ષેત્રોમાં નિષ્ઠાથી કેટલો મોટો ફાળો આપી શકે છે તેના પુરાવારૂપ તેમનું જીવન હતું. મધુરપની પરબ બાંધી બેઠેલા રતિભાઈમાં ગજવેલનો પણ ગુણ હતો. જીવનમાં વાસ્તવનો સ્વીકાર તેમના લેખોમાં પ્રગટ થાય છે. જીવનનું તત્ત્વજ્ઞાન તેમણે ખૂણેખૂણે ભમીને મેળવ્યું હતું અને અનેકગણું અમૃતમય બનાવીને સાહિત્યરૂપે આપ્યું. જીવનમૂલ્યોનાં ભેખધારી શ્રી રતિભાઈમાં નિવ્વજ ઋજુતા હતી. અને એ ઋજુતા એમના લેખોમાં સાંગોપાંગ ઊતરી છે. તેમનાં લેખોમાં સ્વાભાવિક સત્ય શોધક દૃષ્ટિ, તત્ત્વદર્શી ચિંતન અને વિશિષ્ટ સરલ સાહજિક શૈલી ઉપસે છે. ભવ્ય અને સત્ત્વશાળી વસ્તુ, સૂક્ષ્મ જીવનદષ્ટિ, અડગ સત્ત્વનિષ્ઠા, વિશાળ માનવભાવ, અમાપ નિખાલસતા, ઊંડું ચિંતન અને તીવ્ર મનોમંથન, પરમ સંવાદિતાનું શાશ્વત જ્ઞાન તેમનાં લેખોમાં જોવા મળે છે. તેમનું લખાણ તેમની આધ્યાત્મિક સિદ્ધિની પારાશીશી બની રહે છે. સાદી, સરળ, બલિષ્ઠ, સંક્ષિપ્ત છતાં સચોટ શૈલી તેમના લેખોનું કલાવિધાન કરે છે. જીવનનાં અસંખ્ય સંઘર્ષો વચ્ચે પણ તેમણે મધુરતા, સુંદરતા અને સમતાનું જ ગીત ગાયું છે તેથી તેમનું સર્જન સ્મરણ, વંદન અને સેવન કરવા જેવું બન્યું છે. અમૃતના બિંદુ જેવી મધુરતા અને ગુલાબનાં પુષ્પના જળ જેવી શીતળતા લેખોમાં છે. આ લેખોમાં શબ્દજાળ કે શબ્દગુઢતા નથી. એમાં એક એવી સંજીવની છે કે જે અબોધ પણ ઈચ્છુક એવાં હૈયાને સ્પર્શી બોધ આપી જાય છે. એક વ્યક્તિ તરીકે જોઈએ તો ધર્મ અને કર્મનો સુમેળ તેમનાં જીવન સાથે વણાયેલ સંસ્કાર છે. તેઓએ પોતાની ધર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠામાં દઢ રહી પોતાના જીવનને આગળ વધાર્યું છે. અણહકનો પૈસો લેવાઈ ન જાય અને પ્રામાણિકપણે જીવન પસાર થાય એ માટે જીવનભર સબળ પુરુષાર્થ કર્યો છે. પ્રામાણિકતાને તેઓએ તેમનાં તમામ કાર્યનો માપદંડ રાખ્યો છે. જે આપણને મહાવીર જૈન વિદ્યાલયનાં આગમ સંશોધનનાં પ્રકાશન પ્રસંગે દેખાય છે. મહાવીર જૈન વિદ્યાલયની ધાર્મિક શિક્ષણ પ્રવૃત્તિ સાથે બાર વર્ષ સંકળાઈને ૧૯૭૨માં નિવૃત્તિ લીધી ત્યારે તેઓએ જણાવ્યું છે, મને સોંપવામાં આવેલ કાર્યો માટે જે રીતે ન્યાય આપવો જોઈએ તે રીતે હું આપી શક્યો નથી, તેથી સંસ્થાની નોકરીમાં વધુ વખત રહેવું મારા માટે ઉચિત નથી. એમ કહી રાજીનામું આપેલ. પણ મહાવીર જૈન વિદ્યાલયે રાજીનામાનો અસ્વીકાર કરતાં લખ્યું છે સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy