SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ફાળો આપ્યો છે. તેઓશ્રીની કલમ કોઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લે છે. જેમ કે આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવા માટે શેઠશ્રી કસ્તુરભાઈએ રતિભાઈને આ ભગીરથ કાર્ય કરવા માટે કહ્યું. આ માટે કોઈ નાની સરખી હકીકત પણ લક્ષ્ય બહાર રહી ન જાય તેની ખૂબ જ ચીવટ સાથે પેઢીનાં ઈતિહાસનો પ્રથમ ભાગ તૈયાર કર્યો. વિશાળ પાયા પર જૂના સંગ્રહો, જૂના થયેલ પાનાઓ, ચોપડાઓ, ચુકાદાઓ, સામગ્રીઓ ઝીણવટપૂર્વક તપાસી ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધ સાથે આ ઐતિહાસિક ગ્રંથ તૈયાર કર્યો અને બીજો ભાગ પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂર્ણ કર્યો. આ ઉપરાંત જૈનધર્મનું જાણીતું અને માનીતું તીર્થધામ શ્રી ભદ્રેશ્વરનો “શ્રી ભદ્રસ્વર વસઈ મહાતીર્થ નામનો અભ્યાસ પૂર્ણ ગ્રંથ આપ્યો. તે માટે તીર્થની હસ્તલિખિત, મુદ્રિત, વેર-વિખેર સાહિત્ય સામગ્રીને શોધીને સુદીર્ઘ વાંચન, મનન તથા ઊંડા સંશોધન દ્વારા સમય અને શક્તિનો ભોગ આપીને તીર્થમાં થોડો સમય વસવાટ કરીને ગ્રંથનું સર્જન કર્યું. વિષયની છણાવટ, રજૂઆતની સુગમ, સરળ શૈલી અને પ્રાસાદિકતાથી આ ગ્રંથ લોકભોગ્ય અને વિદ્વત્ભોગ્ય બની રહ્યો છે. ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પર દાદાની મુખ્ય ટૂંકમાંથી ઉત્થાપન કરેલ પાંચસોથી પણ વધુ જિનપ્રતિમાઓને બાવન જિનાલયવાળો નૂતન જિન પ્રસાદમાં પુનઃ પ્રતિષ્ઠિત કરતી વખતે જે અવિસ્મરણીય મહોત્સવ ઉજવાયો તેની રજેરજ માહિતીનો ચિતાર આપતો “પ્રતિષ્ઠાનો અહેવાલ સુંદર રીતે આલેખ્યો છે. આમ તેમનાં સાહિત્યને જોતાં લાગે છે કે સાહિત્યકાર તેની અપૂર્વ મેધા વડે, તેની નિત્ય નવોન્મેષ પ્રજ્ઞા વડે જીવનનાં ગહનમાં ગહન મને પકડી લે છે, તેનો તાગ કાઢે છે, તેમાંથી તત્ત્વપ્રસાદ સારવી સમગ્ર માનવજાતીનાં કલ્યાણ અર્થે માનવ ચરણે ધરે છે અને માનવીય આદર્શોની સ્થાપના કરી તેમાં પ્રજાની શ્રદ્ધા જગાડે છે. તેથી જ તેમની કૃતિઓ શાશ્વતકાળ ઝળહળવાની અધિકારી છે. વળી જીવનનાં ગહન સત્યોને સહજ અને સરળ રીતે ફુટ કરી આપતાં વાક્યોમાં ચિંતનકાર તરીકે પણ ઊપસે છે. જેમ કે સંસાર તો સુખ-દુઃખની ફૂલગૂંથણી જેવો છે.” “સૌંદર્ય અને સંપત્તિ તો ચાહે તેને પોતાનાં ઘર બનાવી શકે છે પણ જે સૌંદર્ય અને સંપત્તિની મોહિનીને જાકારો આપી જાણે છે એનાં તો એ બંને દાસ બની જાય છે.', ‘આપણે તો ભલો આપણો ભગવાન અને ભલી આપણી આસ્થા, ભગવાન જે કરે એ સાચું અને તેની મરજી ના હોય તો હજાર હંફા મારો તોય કશું ન વળે.” આવાં ચિંતન વાક્યો તો એમની વાર્તાઓમાં ઠેર-ઠેર પથરાયેલા છે. મનુષ્યની સાદી લાગણીઓથી ભરેલા આ લેખકે જૈન સાહિત્યમાં ગરવો સુહાગ પ્રગટાવ્યો છે. તેમનાં સાહિત્યમાં ભાષાની સરળતા, શૈલીની પ્રાસાદિકતા, અલંકારોની પ્રચુરતા, વસ્તુનિરૂપણની કલાત્મકતા, પ્રકૃતિનું વર્ણન વગેરે જોવા મળે છે. જેમ કે “સૌરભ સહુને સુવાસિત કરવા ચાહે છે, દુર્ગધ સર્વત્ર દુર્ગધ પ્રસારવા સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૭૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy