SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આવી નારીના સ્વરૂપને યથાયોગ્ય ન્યાય આપી તેની મહત્તાને સાબિત કરી સુરસુંદરી જેવા પાત્ર દ્વારા સમાજની સન્મુખ મૂકી ધામીજીએ નારીને મુઠ્ઠી ઊંચેરી સાબિત કરી છે. વળી નવલિકામાં પ્રકૃતિના સુંદર સ્વરૂપોનું પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરી હૂબહૂ હોવાની અનુભૂતિ કરાવતાં શ્રી ધામીજીનું દરેક વિષયમાં જાણપણું ખરેખર અભિનંદનને પાત્ર છે. અમરકુમાર અને સુરસુંદરી જ્યારે કાલો લઈ વહાણમાં વિદેશ વ્યાપાર કરવા જાય છે ત્યારે દરિયાનું સુંદર વર્ણન કર્યું છે તે ખરેખર તેમના કવિહૃદયની સંવેદનાનો પડઘો પાડી જાય છે. પ્રકૃતિનું સૌમ્ય, સુંદર અને સાહજિક રૂપ માણસને પળે પળે પ્રેરણા આપી પ્રગતિના શિખરે પહોંચવાની પ્રેરણા આપે છે તો એ જ પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ માનવીને અવનતિની ગર્તામાં ઊંડે ઊંડે ધકેલી દે છે. તેમના જ શબ્દોમાં પ્રકૃતિને જોઈએ તો, “પ્રલયના પ્રચંડ ઘવાનળ વચ્ચે પણ કુદરત હસતી હોય છે અને સુધાના રસાસ્વાદ વચ્ચે તે ક્રૂરતા સેવી શકે છે. ભયંકર વાવાઝોડામાં શાંતિનો શ્વાસ ત્યે છે તો કલેજા થંભાવતી નીરવતામાં મીઠા સંગીત છેડે છે. પ્રકૃતિ એકધારી રહેવા છતાં યે પળે પળે પોતાના રંગ પલટે છે. જ્યાં શંકાને સ્થાન હોવાની સંભાવના પણ ન હોય ત્યાં કરોડો શંકાઓ રચી શકે છે. એથી જ સારાયે વિશ્વ પર પ્રકૃતિ પોતાનું અબાધિત રાજ્ય ચલાવી રહી છે. પ્રકૃતિની આ આશ્ચર્યકારક શક્તિ શું લાખ લાખ વંદનને યોગ્ય નથી? લાખો પ્રયત્નોને મિથ્યા કરવાનું બળ ધરાવતી એ મહાશક્તિ કોને પૂજ્ય ન હોય? માનવ બુદ્ધિ ભલે મથી રહી પણ અંતે પ્રકૃતિના ચરણમાં બુદ્ધિનું મસ્તક નમી પડવાનું. છતાંય બુદ્ધિનો ગર્વ ઉન્નત મસ્તક રાખતો હોય તો તે ક્ષણિક છે, પાંગળો છે, પાગલ છે !” પ્રકૃતિની લીલા અગમ્ય છે. એ અગમ્ય લીલા માનવજાતને ખૂબ જ મુંઝવી રહી છે. એ લીલાનો પાર પામવા – કિનારો મેળવવામાં માનવોની બુદ્ધિએ અનંત યુગોથી પ્રયત્નો કર્યા છે છતાંયે વીતરાગ સિવાય કોઈ કિનારો શોધવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા નથી. એથી જ કહેવાય છે કે પ્રકૃતિની લીલા અગમ્ય છે.” આ બંને પેરેગ્રાફ એ લેખકની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા, વિચારોની વિશાળતા તથા જે તે વિષયનું ઊંડું જાણપણું દર્શાવે છે. વળી આ કથાની નાયિકા સુરસુંદરીનું પાત્ર એ પ્રેમની મહત્તા સાબિત કરે છે. પ્રેમ એ તો પ્રાણનો પ્રકાશ છે, વિશ્વની સૌરભ છે. પથ્થરમાંથી પણ અમીઝરણાં પ્રગટાવવાની જે પ્રેમમાં શક્તિ છે તે પ્રેમ શા માટે વિશ્વનું ઉચ્ચ તત્ત્વ ન ગણાય? જે પ્રેમ સ્મશાનભૂમિમાં નંદનવન સર્જી શકે છે તે પ્રેમ શા માટે સંસારમાં સુવાસ ન પાથરી શકે? પ્રેમ તો હૈયાનું અમૃત છે. જેના હૈયામાં પ્રેમનું અમૃતઝરણ પ્રગટ્યું નથી, તેના હૈયાને હૈયું કહી શકાય જ નહિ, એને તો હાડકાનું માળખું કહેવાય. જે આંખ પ્રેમમાં રસપાન કરી કે કરાવી ન શકે તે આંખ નહિ પણ અંધકારને ઓળખનારા ખાડા છે! પ્રેમ એ આત્માની પ્રતિભા છે, ત્યાગનું પૂર્વ સ્વરૂપ છે. પ્રેમ એ પ્રકૃતિનું સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૫૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy