SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કરી છે. એકંદરે રૂપકોશા ગ્રંથ ઐતિહાસિક વાર્તાઓના વિશાલ સાહિત્યસાગરમાં મહામૂલ્ય મૌક્તિક સમો છે. ત્યાગ, તપ, સંયમ, તથા સંસ્કારની ગૌરવગાથાઓ આ ગ્રંથમાં પંક્તિએ પંક્તિએ આલેખાયેલી છે. શ્રી ધામીજી પાસે જે અદ્ભુત કલા છે, જે ચમત્કારિક સાધના છે, જે મંગલ દષ્ટિ છે તેમ જ જે તેજસ્વી લેખિની છે, તે સમસ્ત સંસારના સંસ્કૃતિપ્રેમી, સંયમ, તપ, ત્યાગના પૂજક વિશાળ માનવ સમુદાયનું પરમધન છે. આમ રૂપકોશા એ ધામીજીનું ઉત્કૃષ્ટ સર્જન છે. હવે આપણે મો. ચુ. ધામીની બીજી એક નવલકથા વિશ્વાસ વિશે જાણીશું. (૨) વિશ્વાસઃ શ્રી મો. ચુ. ધામીની આ નવલકથા એક ભાગમાં ૩૧૨ પાનામાં રચાયેલી છે. આ નવલકથાની પણ ચાર આવૃત્તિ બહાર પડી છે તે સાબિત કરે છે કે શ્રી ધામીજીની નવલકથાઓને વાંચકોએ કેટલા ઉત્સાહ, આનંદ અને ઉમળકાથી વધાવી છે. જેના ઐતિહાસિક નવલકથાઓ લખવાની શરૂઆત ધામીજીએ આ કથાના સર્જનથી કરી છે. એક વખત તેઓને અકસ્માત થતાં હાથ-પગ ભાંગી ગયા હતા. એ અવસ્થામાં તેઓને એકાદ વર્ષ ચોટીલામાં રહેવું પડ્યું. નવરાશની પળોમાં તેમણે જૈન ઇતિહાસના ભંડારમાં રહેલા અમૂલ્ય ગ્રંથો વાંચ્યા. આ વખતે નવરસ પ્રધાન મહાકવિ શ્રી વાચક નયસુંદર મહારાજશ્રીએ રચેલો એક રાસ તેમણે જોયો. એ રાસનું નામ હતું “સુરસુંદરી રાસ” જેની રચના નયસુંદરજી દ્વારા વિક્રમ સંવત ૧૬૪૬ના જેઠ સુદ તેરસના દિવસે ગુજરાતી ભાષામાં થઈ હતી. શ્રી ધામીજીને એ મહાકાવ્યમાં ખૂબ રસ પડ્યો અને એને પાયામાં રાખી તેમણે માત્ર બાર દિવસમાં જ આ નવલકથાની રચના કરી હતી. આ કથાનો ઇતિહાસકાળ લગભગ મુનિસુવ્રત સ્વામીનો સમકાલીન ગણાવી શકાય. એક નારીના જીવનને ઉજાગર કરતી આ નારીપ્રધાન નવલકથા છે. ભારતની નારી એ સહનશીલતા, શૌર્ય અને સંસ્કારની મૂર્તિ છે. ગમે તેટલી વિપત્તિઓ, ઉપસર્ગો આવે તોપણ તે ક્યારેય વિચલિત થતી નથી, એટલે જ કહેવાયું છે કે “નારી તું કદીયે ના હારી.” કથાની નાયિકા સુરસુંદરીના આશ્રમના અભ્યાસથી કથા શરૂ થાય છે. તે તથા તેના પતિ અમરકુમાર બંને આશ્રમમાં સાથે જ ભણતાં. એક નજીવી મશ્કરીએ બંનેના દાંપત્યજીવનમાં એવી તો તિરાડ પાડી કે વર્ષો સુધી બંને એકબીજાથી દૂર રહ્યા. બંને વચ્ચે અનહદ પ્રેમ, વિશ્વાસ, એકબીજાના થઈને રહેવાની ભાવના હોવા છતાં કર્મોના ખેલ નિરાળા છે. એક નાદાન વયમાં અજાણતા થયેલા અપમાનને અમરકુમારે મનમાં લઈ લીધું અને આખી નવલકથાનું સર્જન થયું. સુરસુંદરી સાથે પ્રસન્ન દાંપત્યજીવન જીવતા અમરકુમારને સાગર ખેડવાનું મન થયું અને માતા-પિતા તથા સાસુ-સસરાની રજા લઈને નીકળ્યો. આર્ય નારી પતિની સાથે જ હોય એ ન્યાયે સુર પણ સાથે ગઈ અને રસ્તામાં જ કર્મોએ સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૫૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy