SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી સંતબાલજીએ રાણપુર નજીક નર્મદાના કાંઠે ઈ. સ. ૧૯૩૬નો પૂરો એક વર્ષ મૌન સાધનાનો ગાળ્યો. આ કાળ દરમિયાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો. ઉપરાંત કાવ્યો – લેખ વગેરેની લેખનપ્રવૃત્તિ જોરદાર બની ગઈ. વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સામાજિક બાબતો અંગે શું કરવું, લો લ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારી વિચારો તેમનામાં ઉદ્દભવ્યા. ૧૯૩૭માં તેમણે મૌન તોડ્યા પછી એક જાહેર નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનથી રૂઢિચુસ્ત જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. તેઓએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે તેઓએ દીક્ષા લીધા. પછી તેઓ વિશાળ વિશ્વયોજનાનો એક ભાગ બની ગયા છે. જૈન સાધુઓએ સમાજ સુધારણા માટે કામ ન કરવું જોઈએ તેવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. લોકસેવાના કાર્યથી તેઓ સંપ્રદાયથી જુદા થયા. સાધુવેશ ન છોડ્યો. ગુરુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહિ જગત સાધુ છે. અહીં તેમના લખાણોમાં ધર્મ આધારિત સમાજ રચનાના વિચારો સ્પષ્ટ થયા. તેમના ધર્માનુબંધી વિશ્વદર્શનના ૧૦ પુસ્તકો પ્રગટ થયા. ધર્મપ્રાણ લોકશાહીની લેખમાળા લખી, પાછળથી તે પુસ્તક રૂપે પ્રગટ થઈ જેમાં ધર્મમાં આડંબર, આરંભ-સમારંભ, અને ચૈત્યવાદના વિકારો સામે લાલબત્તી ધરી. આ લેખોની સાધુ સમાજ પર અસર થઈ, સમાજમાં પણ ઘણો ઊહાપોહ થયો. મુનિશ્રીએ આચારાંગ સૂત્રનો અનુવાદ અને વિવેચના કરી, તેની પ્રસ્તાવનામાં લખે છે કે “શ્રી આચારાંગ સૂત્ર” પ્રત્યેક સાધક પછી તે ગૃહસ્થ હોય કે સંન્યાસી, ધનિક કે ગરીબ, સાધનસંપન્ન કે સાધનવિહિન એને નવી દષ્ટિ ને નવી પ્રેરણા આપી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રઃ ઉત્તરાધ્યયન સૂત્રના ગ્રંથ અંગે મુનિશ્રીના વિચારો હતા કે “આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, ટીકા, અવચૂરિ, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબ્બાઓ અને હિંદી ટીકાઓ જુદીજુદી સંસ્થાઓ તરફથી બહાર પડી છે પરંતુ આ ગ્રંથમાં ખાસ કરીને કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે. આ બધા દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ એ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જેન જૈનેતરો સૌ લઈ શકે. ભગવતી સૂત્ર પર મુનિશ્રીએ લખાણ કરેલું પરંતુ તે તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થયેલ નહિ. તાજેતરમાં ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીની લાયબ્રેરીમાંથી આશરે ૪૦૦ પાનાના હસ્તલિખિત ભગવતી સૂત્ર વિવૃત્તિ પ્રત પ્રાપ્ત થઈ છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે. મુનિશ્રી સંતબાલજીએ જૈન રામાયણ અને મહાભારત પર પણ ગ્રંથો લખ્યા છે. ૧૪૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy