SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાળનાં લગ્ન લલિતા સાથે થયા હતા. તે ઉપરાંત લલિતાની બહેન સોખુ સાથે તેમણે બીજા લગ્ન કર્યાં હતાં. તે કવિહૃદય હતા. જ્યારે તેજપાળ સૈનિક યોદ્ધા હતા. તેમનાં લગ્ન અનોપ કે જેને આજે આપણે અનુપમાદેવીથી ઓળખીએ છીએ તેની સાથે થયાં હતાં. અનોપ વર્ષે શ્યામ હોવાથી તેજપાળને પસંદ ન હતા. તેજપાળ તેમની વારંવાર અવહેલના કરતા હતા, પરંતુ અનોપ ખૂબ જ સુશીલ અને ખાનદાન ઘરનાં પુત્રી હતાં તેથી તે દરેક વસ્તુ સમભાવથી સહન કરતા. અને અત્યંત ધાર્મિક વૃત્તિનાં હોવાથી તેમનું ધ્યાન મોટા ભાગે ધર્મમાં જ રહેતું. વસ્તુપાળની સહૃદયતાઃ વસ્તુપાળ કવિહૃદય હતો. તે પોતાની બંને પત્નીઓ માટે પ્રેમભરી કવિતાઓ રચતો. વસ્તુપાળને માતા પ્રત્યે અનુપમ પ્રેમભક્તિ હતી. નાના ભાઈની પત્ની અનોપમાદેવી માટે સન્માન, આદરની ભાવના, ભગવાન માટેની ભક્તિ, સાધુસંતોની સેવા અને આ બધાની સાથેસાથે રાજનીતિમાં ન્યાય અને નિષ્ઠાથી તેમનાં મંત્રીપદને ગરિમા મળતી હતી. ઘોડિયાની દોરી તાણનાર એક ગોલામાં તેનું કૌવત પારખીને તેને સૈનિક બનાવ્યો અને તેનામાં વિશ્વાસ મૂક્યો. આ સૈનિક ભૂવનપાલ વસ્તુપાળની બહેન વયજૂકાનો પ્રેમપાત્ર બન્યો. આ ભુવનપાલ જૂના મંડલેશ્વર લાટપતિ સિંધુરાજનો પુત્ર શંખરાજ (ઉર્ફે સંગ્રામસિંહ)ની સામે એક વીરની જેમ ઝઝૂમ્યો. અને શહીદ થયો. ત્યારે એક અદના સૈનિક માટે પણ વસ્તુપાળે પૂરા અદબથી માથા પરથી પાઘડી ઉતારીને, દુપટ્ટો માથે ઓઢીને અગ્નિસંસ્કાર કર્યાં. શત્રુંજ્યની વિજ્યયાત્રા વિ.સં. ૧૨૧૭માં માઘ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે ધોળકાનાં મહામાત્ય વસ્તુપાળે સમસ્ત ગુર્જરભૂમિની પ્રથમ દેવયાત્રા કાઢી હતી. વસ્તુતઃ એ વિજયયાત્રા હતી, જેનાં સંઘપતિ વસ્તુપાળ હતા અને સંઘની અધિષ્ઠાત્રી હતા દાનમૂર્તિ અનુપમા દેવી. આ વિજ્યયાત્રાનું વર્ણન કરતા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે સંઘમાં ઘોડા, હાથી, સાંઢ તૈયાર કરેલા હતા. બ્રાહ્મણોની કતાર વેદના ઘોષ કરતી હતી. ભોજકો ગાતા હતા. ચારણો પ્રશસ્તિના છંદો લલકારતા હતા. આગળ રથમાં પ્રભુનું દેવાલય, દેવને માથે ત્રણ છત્રો, વસ્તુપાળની બંને પત્ની સોખુ અને લલિતા હાથમાં ચામર લઈને નૃત્ય કરતી વીંઝણા ઢાળતી હતી. તૂરી ભેદના નાદ થતા હતા. મેઘાણીજીએ આગળ આબેહૂબ વર્ણન કરતાં લખ્યું છે કે આદિનાથનું દેવાલય, દીપ-ધૂપ, કપૂર-કેસરથી મઘમઘતું હતું. તેના પ્રવેશદ્વાર પર એક પૂરા માપની સ્ત્રી પ્રતિમા હતી. જે શોભનદેવ શિલ્પીએ બનાવેલ હતી. પ્રતિમાને જોઈને વસ્તુપાળનાં નેત્ર સજળ થઈ ગયા અને એ યોદ્ધામાંથી એક બાળક બની જાય છે. એણે રૂદનભર્યા અવાજમાં આક્રંદ કર્યું. બા! ઓ બા! ગુર્જરેશ્વરનો મંત્રી એક ૧૩૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy