SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. સ્ત્રીની વાત સાંભળી રાજાએ આશ્વાસન આપી ન્યાય તોળ્યો. સ્ત્રી નિરાધાર થતાં તેનું ધન રાજપુરુષ લઈ લે તેવા નિયમનો ભંગ કરી તે સ્ત્રીને સાંત્વન આપ્યું. આવા અનેક પ્રસંગોથી કુમારપાળ રાજાની ઉદારતા, મહાનતા, કરુણા જણાય છે. જ્યારે હેમચન્દ્રાચાર્યનો કાલધર્મ નજીક આવ્યો ત્યારે તેમનું વય ચોરાસી વર્ષનું હતું. વીસ વર્ષની વયથી એમણે એકધારી રીતે, ૬૪ વર્ષ સુધી સરસ્વતીની ઉપાસના કરી હતી. એમને લાગ્યું કે હવે પોતાના કાલનિર્માણનો સમય આવી પહોંચ્યો છે ત્યારે તેમણે સંઘને, શિષ્યોને અને રાજાને, મંત્રીને આમંત્રી છેલ્લી રજા લેવાનો નિશ્ચય કર્યો. રાજાને વ્યગ્ર અને ચિંતાતુર જોઈને પોતે બોલ્યા, “હે રાજનું! તમારો શોક નકામો છે. તમે પોતે પણ હવે આંહી થોડો વખત છો !” પછી સૌની સાથે વિનમ્રતાથી ક્ષમાયાચના કરી યોગીન્દ્રની જેમ, હેમચન્દ્રાચાર્યે અનશન વ્રત ધારણ કરી લીધું. છેવટે, એક પળ એવી આવી, જ્યારે એમને સઘળું વિશ્વ પોતાનામાં અને પોતે વિશ્વમાં છે એમ સ્પષ્ટ પ્રતીતિ થવા લાગી. સંવત ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્ય પરમધામમાં ગયા ! હેમચન્દ્રાચાર્યની જીવનસિદ્ધિના ચાર પ્રકાર છેઃ એ વિદ્વાન સાહિત્યકાર છે, સંસ્કાર નિર્માતા સાધુ છે, સમય ધર્મી રાજનીતિજ્ઞ છે અને સૌથી વિશેષ એ આધ્યાત્મિક પંથના મહાન મુસાફર છે. ભગવાન હેમચન્દ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞ' બિરુદ મુનિશ્રી પુણ્યવિજયજી યોગ્ય રીતે કહે છે તેમ, તેમના અદ્વિતીય ગુણોને આભારી છે. અંતે હેમચન્દ્રાચાર્યનું જીવન અને કવન એટલું વિશાળ છે અને એ જીવન અને કવનને એમણે સર્વ સામાન્ય હિતમાં એવી રીતે ઓતપ્રોત કર્યું છે કે, એના સમ્યક અભ્યાસથી ગુજરાતી સાહિત્યની તેમ જ ગુજરાતના ઇતિહાસની કેટલીક નવી દિશા અને દૃષ્ટિઓ મળી શકે તેમ છે. . સૂર્યોદય સમયે સરસ્વતી નદીકિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી – તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્યો અને તમને હેમચન્દ્રાચાર્ય દેખાશે’ –શ્રી ધૂમકેતુ મીનાબહેન પી. ધારશી ૪, અજિતનાથ સોસાયટી પુલકિત સ્કૂલ પાસે, ફતેહપુરા, અમદાવાદ-380007 મો. 9879556621 ધૂમકેતુ કૃત હેમચંદ્રાચાર્ય + ૧૨૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy