SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્વિતીય ગ્રંથ રચ્યો, તે “સિદ્ધહેમ-વ્યાકરણ – ‘સિદ્ધ હેમ શબ્દાનુશાસન' નામ રહ્યું. રાજસભામાં પંડિતોની સમક્ષ જ્યારે એનું વાચન થયું ત્યારે સર્વ પંડિતો મુગ્ધ બની ગયા હતા. પુસ્તક વિદ્વન્માન્ય છે એ જાણીને સિદ્ધરાજે સરસ્વતીને આપવું જોઈએ. એવા યોગ્ય માનથી, પોતાના પટ્ટહસ્તી પર એને પધરાવી, એની ઘોષણા કરાવી. ૩૦૦ લહિયાઓને બેસાડી એની નકલો કરાવી. આ નકલોને અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશમીર, ઈરાન, લંકા એમ બધે જ મોકલાવી. વ્યાકરણની રચનાથી સિદ્ધરાજ જયસિંહને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે વધારે ને વધારે આકર્ષણ થતું ગયું. “સિદ્ધહેમ' વ્યાકરણ પછી તેમને વધારે પુસ્તકો બીજા બનાવ્યાં, કે જેથી ગુજરાતની કીર્તિ વધી. લોકોને વાણી આપી અને બોલવાની શૈલી આપી. “અભિધાન ચિંતામણિ અને દેશીનામમાળા' જેને શબ્દકોશ કહેવાય તે તૈયાર કર્યો. સિદ્ધરાજ જયસિંહને કોઈ સંતાન ન હતું તેથી તેનું મન સંતાપશીલ રહ્યા કરતું પરંતુ સિદ્ધરાજને પુત્ર ન થયો તે ન જ થયો તેથી એમનાં છેલ્લાં વર્ષો ઘણાં વિષાદમય ને વ્યાકુળ બની ગયાં હતાં. એ વ્યાકુળતામાં સિદ્ધરાજે ભાન ભૂલીને કુમારપાળ ગાદીએ ન આવે તે માટે ઘણાં પ્રયત્નો કર્યા. છતાં પણ કુમારપાળને ગાદી મળી અને સિદ્ધરાજ જયસિંહના મરણ પછી ઈ. સ. ૧૧૯૯માં ગાદી ઉપર કુમારપાળ આવ્યો. હેમચન્દ્રાચાર્યનો જીવનકાળ ગુજરાતના સૌથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલો છે. ગુજરાતની મહત્તા સિદ્ધરાજે કરી, કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી. જે અર્થમાં હેમચન્દ્રાચાર્ય જૈનદર્શનને પોતાના જીવનની જરૂરિયાત સમજ્યા હતા, તે જ અર્થમાં કુમારપાળ જૈનદર્શનને પોતાના જીવનની ધાર્મિક જરૂરિયાત સમજ્યા હતા. કુમારપાળને સઘળાં દર્શન કરતાં જૈન દર્શનનો દ્વાદ વધારે અસરકારક લાગ્યો. એ અર્થમાં એ જૈન હતા. જૈન દર્શનના મુખ્ય અંગ અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેનો મહિમા એમણે ગાયો છે. એમણે એ રસ્તો સ્વીકારી જૈનદર્શનની મહત્તા સ્વીકારી છે. કુમારપાળે જીવનમાં પ્રથમ પચાસ વર્ષ સુધીની વય દેશાંતરમાં ગાળેલી. એક વખત એ સાધુવેષે પાટણમાં આવેલો પણ ચરપુરષોએ તેને ઓળખી કાઢ્યો, અને ત્યાંથી તે ભાગીને હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રયમાં ગયો. આચાર્ય મહારાજે કેવળ કરુણતાથી પ્રેરાઈને તેને તાડપત્રોમાં છુપાવી દીધો અને પછી રાત્રે બહાર કાઢી. દેશાંતરમાં જવાની સલાહ આપી. કુમારપાળ આ રીતે રાજા થતાં પહેલાં ઘણી ઘણી વિટંબણાઓમાંથી પસાર થયો હતો. કુમારપાળ તેના બંને ભાઈઓ કરતાં વધારે તેજસ્વી હોવાથી રાજપ્રાપ્તિ કરી શકે એમ હતા. તે પોતાની ગાદી ઉપર સ્થિર થયો, અજમેર, માળવા વગેરેના રાજાઓને તેણે હરાવ્યા તે વશ કર્યા. રાજપદમાં સ્થિર થઈ પોતે શાંત જીવન ગાળવાનો નિશ્ચય કર્યો. ધૂમકેતુ કૃત ‘હેમચંદ્રાચાર્ય + ૧૨૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy