SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ અનેક શક્તિઓના સ્વામી હતા. તેઓ વાદી પ્રભાવક હતા. પૂ. આ. શ્રી ગુણાનુરાગી યોગી પુરુષ હતા. પૂ. પંન્યાસજી શ્રી ભાનુવિજયજી મહારાજ પૂ. પાદ સૂરીશ્વરજીના અંતિમ સમયે તેઓશ્રીએ ફરમાવેલ બે હીત શિક્ષા વચન : જો સુખી થવું હોય તો વધુ નહીં પણ આટલું તો જરૂર યાદ રાખજો કે (૧) કોઈની નિંદા કરશો નહીં, તેમ (૨) કોઈના દુર્ગુણ દેખશો નહિ.” પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્ર વિ. મ. સા. પ્રબુદ્ધજનોના શબ્દોમાં ગુજરાતી સાહિત્ય ઉપર એમનું કદીએ ન ભુલાય તેવું ઋણ છે. શ્રી ગુણવંતરાય આચાર્ય, મુંબઈ ગુર્જર ગિરામાં પૂજાઓ અને સ્તવનો રચીને ભક્તિરસને પુષ્ટ કરનારા, પંજાબ જેવા દૂર દેશમાં કુશળ વક્તત્વ કળાથી વિભૂષિત, ગુજરાતી ઉપરાંત ઉર્દૂ તેમ જ સંસ્કૃત ભાષાના જ્ઞાતા તેમ જ મૃતોપાસનામાં આસક્ત, વિ.સં. ૧૯૪૦માં જન્મી ૧૯૫માં દીક્ષા લઈ ૧૯૮૧મા આચાર્ય પદવીથી અલંકૃત થનારા તથા વિ.સં. ૨૦૧૭માં સ્વર્ગે સંચરનારા પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજીને મારા કોટિ કોટિ વંદન. પ્રો. શ્રી હીરાલાલ ર. કાપડિયા (M.A.) સુરત પૂ. આચાર્ય શ્રીના નામની સંસ્થા પૂ. આચાર્ય મ. સા ગુણોના તો ભંડાર હતા પરંતુ તેમના નામથી પણ શરૂ થયેલ કાર્યમાં પણ લબ્ધિ જ રહેલી છે તેનું જીવંત ઉદાહરણ છે ખંભાતમાં ચાલતું સાધર્મિક કેન્દ્ર. સંસ્થાનું નામ છે “શ્રી લબ્ધિ વિક્રમ સાધર્મિક ઉત્કર્ષ વ્યવસ્થા કે આ સંસ્થા વિ.સં. ૨૦૪૦માં પૂ. શ્રી વિક્રમ સૂ. મ. તથા તેમના શિષ્ય પૂ. આ. શ્રી રાજયશ સૂ. માના આશીર્વાદથી શરૂ થયેલ છે. આ સંસ્થાના નેજા હેઠળ શ્રી લબ્ધિ વિક્રમ ફાઉન્ડેશન' નામની બીજી સંસ્થા ચાલે છે. રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. ૮૦ G પણ પ્રાપ્ત થયેલ છે. ઉપરની બંને સંસ્થા કોઈ પણ જાતના હોદ્દા વગર સાત સંનિષ્ઠ કાર્યકરોથી ચાલે છે. આ સંસ્થા છેલ્લા ૩૦ વર્ષથી કાર્ય કરી રહી છે. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. આર્થિક રીતે સીધાતા સાધર્મિક ભાઈબહેનોને મદદ કરવા માટે અનાજ વિતરણ યોજના, કપડા વિતરણ યોજના, દવા વિતરણ યોજના, વગર વ્યાજની લોન યોજના, તીર્થ વિકાસ યોજના, શૈક્ષણિક યોજના, ઔદ્યોગિક યોજના તથા વેયાવચ્ચ યોજના ચાલે છે. આ સંસ્થાના મુખ્યત્વે બે ઉદ્દેશ રહેલા છે. (૧) આર્થિક રીતે નબળા કુટુંબોને મદદ કરવી. ૧૧૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy