SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ હતી, એ જનતાને પ્રભુભક્તિમાં તન્મય બનાવવા અને આ માર્ગે ચઢાવવા આધુનિક શૈલીએ તેઓશ્રીએ સેંકડોની સંખ્યામાં સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ અને ચૈત્યવંદનોની રચના કરી છે. તેઓશ્રીની કવિત્વકળા કોઈ અનોખી હતી. સાદી, સરળ અને ભાવવાહી શબ્દોની ગૂંથણી થવાથી વારંવાર ગાવાનું મન થાય તેવી આકર્ષક હતી. બોધક, રોચક, પ્રેરક અને વૈરાગ્યવાદી પદો હોવાથી જનતા આ સ્તવનો ગાતા ભક્તિરસમાં તરબોળ બની જાય છે. જ્યારે આત્મા ભાવપૂજા યાને પ્રભુભક્તિમાં મીઠા-મધુરા ગીતો દ્વારા તલ્લીન બની જાય છે તો તે આત્મા અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે અને જુગજુગ કર્મોના બંધનોને તોડી નાંખે છે અને નિર્મળ બને છે. અને એ વાત ક્યાં અજાણી છે કે રાવણ જેવો જ્યારે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર પ્રભુભક્તિમાં તન્મય બની જાય છે, વીણાનો તાર તૂટે છે પણ ભક્તિનો તાર તૂટતો નથી ત્યારે શ્રી રાવણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૫૨મ ગુરુદેવે આધુનિક ઢબે સ્તવનોની રચના કરી ખરેખર મહાન ઉપકાર કર્યો છે. હિંદભરમાં શહેરે શહેરે અને ગામડે ગામડે તેઓશ્રીનાં સ્તવનો હોંશે હોંશે ગવાઈ રહ્યા છે. જનારૂં જાય છે જીવન, જરા જિનવરને જપતો જા. હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધોતો જા.' શબ્દો ઓછા છતાં ભાવ સભર-પૂર્ણ. એક પદમાં, એક પંક્તિમાં હૈયાના નિતરતા ભાવને જીવંત સ્વરૂપ આપ્યું. જીવન કેવું છે ? જીવનનું કર્તવ્ય શું ? જિનનામસ્મરણની મહત્તા શું ? તેનું સુંદર ભાન કરાવે છે. સૂરીશ્વરજીનાં કાવ્યો હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલાં હતાં. આત્માને પરમાત્મા બનવા પ્રેરણા અર્પી રહ્યા હતા. આત્મજાગૃતિના વિકાસના પ્રેરક હતા. તેઓ શ્રી જનમનોરંજનનો કોઈ દી પ્રયત્ન કરતા નહીં પણ અથાગ પ્રયત્ન કરતા જિન મનોરંજન માટે.' જિનનેજુએ, તીર્થને જુએ ને ભક્તનો કવિનો આત્મા પોકારી ઊઠતો : મહાવીર મેરે નયના અમીરસ સે ભર તો દેના.’ જો હી હૈ રૂપ તેરા, વો હી હૈ રૂપ મેરા.' ‘આહા કેવું ભાગ્ય જાગ્યું.’ સિદ્ધાચળના વાસી જિનને ક્રોડો પ્રણામ.' આત્મ કમળ-લબ્ધિ આ શબ્દો ઠેરઠેર જિનમંદિરોમાં ભાવુક હૈયાના કંઠમાંથી ગવાતા સાંભળવામાં આવે છે. એમનાં રચેલાં કાવ્યો કેવી સચોટ અસર કરતા હતા તે તો ખંભાતમાં વિ.સં. ૨૦૦૦ની સાલમાં તેઓશ્રીની નિશ્રામાં ચાતુર્માસ હતું ત્યાં અનુભવાતું. તેઓશ્રી સાંજે નવી સજ્ઝાય બનાવતા હતા અને તે જ દિવસે પ્રતિક્રમણમાં આ જ ૧૧૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy