SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા (૩૮) નૂતન સ્તવનાવલી (સ્તવન-સઝાયનો દળદાર ગ્રંથ) જ્યારે મુનિશ્રી રચિત ચૈત્યવંદન ચતુર્વિશતિ અને સ્તુતિચતુર્વિશતિ વાંચીએ છીએ ત્યારે પ્રત્યેક શ્લોકના વિવિધ છંદ, અપૂર્વ ભાવ અને કાવ્યની મસ્તી ભક્ત અને ભગવાનનું સજીવ ચિત્ર ખડું કરે છે. વાચક ભક્તિમાં લીન બને છે, તેના સર્જકને “કાવ્યસમ્રાટ' કે “અતૃપ્ત ભક્ત' કહેવામાં ભૂલો પડી જાય છે. મેરુ ત્રયોદશી કથા” અને “શુકરાજ કથા સંસ્કૃતમાં પદ્યબદ્ધ છે. ગ્રંથનું કદ નાનું છે પણ ભાવ વિશાળ છે. કથાની શૈલી અનુપમ છે. તેનું વાંચન કર્યા બાદ વાચક પૂશ્રીને એક મહાકથાકાર તરીકે સંબોધિ શકે છે. ‘તત્ત્વન્યાયવિભાકર અને તેની ન્યાયપ્રકાશ' નામની વિશદ ટીકામાં મુનિશ્રીની જ્ઞાનશક્તિના અદ્ભુત દર્શન થાય છે. મૂળ સૂત્રોની રચનામાં પૂ. ઉમાસ્વાતી મહારાજની પવિત્ર શૈલીના દર્શન થાય છે. આ ટીકામાં મુનિશ્રીએ નવ્ય ન્યાયને જીવંત સ્વરૂપ આપ્યું છે. આ ટીકાનું સર્જન મુનિવર્યો ઉત્તરાવસ્થામાં ઉત્તર ગુજરાતની તીર્થભૂમિ ઈડરમાં કર્યું છે. નવ્ય ન્યાયના અભ્યાસીને આ ગ્રંથના વાંચન કર્યા બાદ ગ્રંથ રચયિતા પૂ. સૂરીશ્વરજીના “ન્યાયનિકાય' સ્વરૂપે દર્શન કરે છે. “સૂત્રાર્થ મુક્તાવલી' આચારાંગ, સૂયગડાંગ, પ્રણાંગ, સમવાયાંગ અને અનુયોગદ્વાર સૂત્રના સાર રૂપે મુનિશ્રીએ બનાવેલી છે. તેના પર પોતે જ ટીકા લખી છે. આગમનો અધિકાર જેને પ્રાપ્ત થયો નથી તેને પણ આગમનું, સિદ્ધાંતનું જ્ઞાન લાધ અને તીર્થંકર પ્રભુની આજ્ઞાનાં રહસ્યો જાણે- આ ગ્રંથ રચના પાછળ મુનિનો આ પવિત્ર ઉદ્દેશ છે. આ ગ્રંથમાં મુનિશ્રીની સિદ્ધાંત પ્રત્યેની એકનિષ્ઠા ઝળકી ઊઠે છે. “સમ્મતિ તત્ત્વસોપાન' – વિક્રમ પ્રતિબોધક પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ સાહિત્યકારની આલમના અનોખા રત્ન છે. તેઓની વિશિષ્ટ કૃતિ તરીકે સમ્મતિ તર્ક ખ્યાત છે. આ ગ્રંથ પર વાદિપંચાનન પૂ. શ્રી અભયદેવસૂરિ મહારાજે મહાર્ણવ નામની ટીકા રચી છે. આ ટીકા મહાકાય છે. દીર્ઘકાય અનેક વાદોથી ભરપૂર છે. એક વાદ સંપૂર્ણ ચર્ચા પછી પ્રતિવાદની શરૂઆત થાય છે. પ્રતિવાદને સમજવા પ્રથમ ચર્ચાયેલ વાદ સંપૂર્ણ યાદ હોવો જરૂરી છે. આજના અલ્પબુદ્ધિજીવો આ ગ્રંથના રહસ્યને પ્રાપ્ત કરવા અસમર્થ છે. આવું અનેક પ્રાજ્ઞજનોનું માનવું હતું. સમ્મતિતર્કરૂપ મહાપ્રાસાદ પર આરોહણ કિરવા કોઈ વિદ્વાન સોપાન શ્રેણી મૂકે તો આવકારદાયક બને. આ ભાવનાએ જ જાણે મુનિવર્યને પ્રેરણા આપી. મુનિશ્રીએ સમ્મતિતર્કનું સરળ રીતે અવગાહન થઈ શકે, તેનાં રહસ્યો પ્રાપ્ત થઈ શકે અને પૂ. દિવાકરજીના ગ્રંથને સૌ સમજવા પ્રયત્ન કરે તે માટે સમ્મતિ તત્ત્વસોપાનની રચના કરી તેની ટીકાનું સંક્ષિપ્તીકરણ કર્યું. આ અતિ જરૂરી ગ્રંથની રચના કરી અલ્પબુદ્ધિ જીવોને બુદ્ધિના વિકાસની સુંદર તક આપી છે અને જીવંત રૂપ આપ્યું છે. કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ * ૧૦૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy