SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ તો આવા આચાર્યોમાં પણ ઉત્તમ આચાર્ય હતા. તેમનું જીવન આત્માની અગાધ શક્તિનું દર્શન કરાવે છે અને સાથોસાથ આપણને પરમ પુરુષાર્થ કરવા પ્રેરે છે. તેમના કવન, લેખન અને પ્રવચનની પાછળ સ્વાનુભવ અને સ્વઆચરણની પરિપુષ્ટિ છે. મહામાનવની પધરામણી : સાહિત્યકારનો પરિચય : માતા હતી ગરવી ગુજરાતણ નારી. તેઓનું શુભનામ મોતીબહેન. પિતા હતા પિતાંબરદાસ. આ દંપતીયુગલ કોઈ મોટા શહેરનું રહેવાસી ન હતું, પણ કુદરતના ખોળે રહેલ નાના ગામમાં કલ્લોલ કરનાર હતું. નાનું મજાનું ગામ બાલશાસન. નવજાત બાળક તે માતા મોતી અને પિતા પિતાંબરદાસનું રત્ન તેનું નામ લાલચંદ. આ બાળક એક બાલશાસન ગામનો નહિ, ગુજરાતનો નહિ, હિંદુસ્તાનનો નહિ પણ જીવમાત્રની સંભાળ રાખનાર મહાસંત બનવાનો છે. તેઓને ક્યાંથી ખબર હોય કે એમને ત્યાં એક બાળકનો જન્મ નથી થયો પણ વિશ્વોદ્ધારક અહિંસાના મહાપૂજારી – મહામાનવની પધરામણી થઈ છે. વિ.સં. ૧૯૪૦ બાલશાસનથી બે ત્રણ માઈલ દૂર ભોયણી તીર્થ છે. ભગવાનનું કલ્યાણક હોય. ઉત્સવ મહોત્સવ હોય, કંઈ વારતહેવાર હોય તો બાલશાસનના જૈનો તરત ભોયણીની યાત્રાએ પહોંચી જાય. અઢી વર્ષની ઉંમર હતી ત્યારથી લાલચંદ પણ તેના પિતાશ્રી સાથે અવારનવાર ભોયણી જતો. બાલ્યાવસ્થા મનોરથની દુનિયા છે. યુવાવસ્થા પ્રયત્નની દુનિયા છે. ત્યારે વૃદ્ધાવસ્થા ફલાનુભાવની દુનિયા છે. છતાં માનવજીવનનો મહત્ત્વનો પાયો બાલ દુનિયા છે. બાલ્યાવસ્થા જીવનઘડતરનો અમૂલ્ય અવસર છે. બાલ્યઉંમરમાં જે શુભ અને સુંદર સંસ્કારનાં બીજારોપણ થયાં હોય તે ભાવિકાળમાં વટવૃક્ષ બને છે. વિ.સં. ૧૯૫૯માં ઓગણીસ વર્ષની ભરયૌવન વયે શ્રી લાલચંદે પૂ. આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરિજી મહારાજની પાસે દીક્ષા લીધી હતી. તે દિવસથી લાલચંદ મટીને તે પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી થયા. પૂ. મુનિશ્રી લબ્દિવિજયજીના સર્વતોમુખી વિકાસ માટે પૂ. ગુરુદેવ એટલા જ ઉદ્યત બન્યા. પૂ. ગુરુદેવે મુનિશ્રી લબ્ધિવિજયજીના સંયમ જીવન માટે જરૂરી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાની પૂરતી સગવડ અને સાથ આપ્યો. પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી પણ નિર્મળ અને કુશાગ્ર બુદ્ધિના બળે અલ્પ સમયમાં જ આવશ્યક સૂત્રો અને પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કરી સંયમની સાધનામાં નિષ્ણાત બન્યા. પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, કોષ, સાહિત્ય અને ન્યાય વગેરેનો અભ્યાસ તેમણે કરી લીધો. બીજી બાજુ જેનાગમોનું અધ્યયન પણ કરનાર રહ્યા અને હિંદી, ઉર્દૂ તથા સંસ્કૃતમાં બોલવાની કળા પણ પ્રાપ્ત કરી લીધી. ગુરુકૃપા શું ન કરે ? મુનિ લબ્ધિવિજયજી થોડા વર્ષોમાં જ એક વિદ્વાનની પંક્તિમાં મુકાયા. ૧૦૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy