SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જનસમાજમાં સામાન્ય રીતે એક એવી છાપ છે કે જૈનધર્મ નિવૃત્તિપ્રધાન છે. પ્રવૃત્તિથી કર્મબંધન છે, માટે અહીં આત્મલક્ષી સાધનાને જ માત્ર સ્થાન છે. પરંતુ આ એકાંગી કથન છે. ભગવાન મહાવીર પ્રબુદ્ધ કરુણાના કરનાર હતા. તેઓ અહિંસાના વિધેયક દૃષ્ટિકોણના પુરસ્કર્તા હતા. અન્યની હિંસા ન કરવી તે અહિંસાનું એક પાસું, પરંતુ અન્યને શાતા પમાડવી કે તેની પીડા ઓછી કરવી તે અહિંસાનું બીજું પાસું છે. આ વાત સમજી શકે તે જ સ્વીકારી શકે કે મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત ભર્યું છે અને આ અમૃતપ્યાલીના પાન કરીને કરાવનાર કવિવર્ય નાનચંદજી મહારાજ હતા. તે હંમેશાં મહાવીર ધર્મના સેવાભાવને ઉજાગર કરવાની વાત કરતા. મુનિશ્રીએ જનતા સમક્ષ અનેક વાતો અને દાંતો રજૂ કરીને આ પંચમકાળમાં માનવતાનું મીઠું જગત' ક્યાં છે અને તેની મીઠાશ કેમ માણી શકાય તેવી અનેક કળા પોતાના માનવતાનું મીઠું જગત' એ ગ્રંથોમાં જિજ્ઞાસુઓને પીરસી છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ વિશાળ સંપુટમાં આવી શિખામણની ઉચ્ચ કક્ષાની વાતો કરનાર ગ્રંથના સર્જક કે પ્રવચનકારે તો પોતાને પણ સહુની કોટીમાં ગણીને “સંતશિષ્ય' એ નામે જ એ મીઠા જગતની ચૂંટી કાઢેલી વાનગીઓ પીરસી છે. તેઓ માનતા કે અધૂરો માનવી બીજાને શી રીતે ઉપદેશ દઈ શકે? વાસ્તવિક રીતે જોઈએ તો આવા મહાપુરુષો જ “માનવતાનું મીઠું જગતનું સાહિત્ય લોકોને પીરસી શકે કારણ કે તેમણે એ મીઠા જગતની મીઠાશ માણેલી હોય છે માનવતાનું મૂલ્ય એ કાવ્ય દ્વારા કવિવર્ય મુનિશ્રીએ આ વાતને સ્પષ્ટ કહી છે. પોતે પૂરણ અહિત રચી પોતા તણું, સંતશિષ્ય કહે, દુર્ગતિએ જાય. મદમાતા, મછટાળા, મૂરખ માનવી, નથી સમજતા માનવભવનું મૂલ્ય જો.’ પોતાની જાતને પૂર્ણ માનનારા ઉપદેશકો જનતા પર સાચી શિખામણની અસર કદી ઉપજાવી શકતા નથી. એમની વાતો સર્વદેશી, અને સર્વસ્પર્શી જ રહેતી. ભક્તો કે સંપ્રદાય પ્રતિ પક્ષપાત ક્યારેય કર્યો નથી. ભક્તિનો મહિમા એ વિષય પર બોલતા હોય તો સર્વધર્મને લક્ષમાં રાખતા. ગીતા અને ઉપનિષદનાં પદો તેમની પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ. તેઓ કહેતા ભક્તિ કરનારનું હૃદય નિર્મળ સ્વચ્છ, સ્ફટિક જેવું હોય તો જ પરમાત્મા તેની સ્તુતિ કબૂલ રાખે છે. મનમાં ભરી રાખેલો મેલ તો મેલને જ આકર્ષે છે. નીતિમય અને પવિત્ર જીવન વગર માનવી પ્રાર્થના કરી શકે જ નહિ.” રમણ મહર્ષિ અને આનંદઘનનો સંદર્ભ આપી તેઓ કહેતા કે ઘણાં ૧૦૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy