SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શાહે મારામાં વિશ્વાસ મૂકી મને સંપાદનકાર્ય સોંપ્યું અને મારી અનેક મૂંઝવણોમાં માર્ગદર્શન આપી મને બળ પૂરું પાડ્યું. તે જ રીતે શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મહત્ત્વનાં સૂચનો આપી મારા કાર્યને સરળ બનાવી દીધું. આ માટે બંને મહાનુભાવો પ્રત્યે આદરપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. વડોદરાનાં શ્રી સુધાબહેન પંડ્યાનો આ સંપાદન સંદર્ભે જ્યારે જ્યારે સંપર્ક કર્યો ત્યારે ત્યારે ઉષ્માપૂર્વક હકારાત્મક પ્રત્યુત્તર મને મળ્યો. આ સમારોહ દરમિયાન એમની સાથે સંબંધ થયો એ કંઈક ઋણાનુબંધ જ ગણું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હોદ્દેદારો અને સમારોહના આયોજકોએ મને જરૂરી સામગ્રી અને માહિતી પૂરી પાડી ઉપકૃત કરી છે તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે સાચા દિલથી સહકાર આપી આ સંપાદન ગ્રંથને સમયસર પૂર્ણતા અર્પવામાં રસ દાખવ્યો છે તે માટે એમની ઓશિંગણ છું. મારા આ સંપાદનકાર્યની ત્રુટિઓ અંગે અથવા તો મહત્વની બાબતો અંગે વિદ્વજનો મારું ધ્યાન દોરશે એવી આશા અસ્થાને નથી. વિવિધ શૈલીથી લખાયેલા આ લેખો એક સુંદર ગુલદસ્તા સમાન છે. કોઈક ફૂલ નાનું છે તો કોઈ મોટું, કોઈ સુગંધી છે તો કોઈ મંદમંદ સુગંધ ધરાવે છે, દરેક ફૂલ પોતાની અલગ-અલગ રંગછટાથી દર્શકને આકર્ષે છે અને સમગ્ર રીતે વાતાવરણને મઘમઘતું રાખે છે. આ ગુલદસ્તામાં હજી તો ઘણાં ફૂલો ઉમેરી શકાય તેમ છે, પણ અત્યારે તો આ ગુલદસ્તો સાદર, સાનંદ સમર્પિત કરીને વિરમું છું. ૨૨, શ્રીપાલ ફ્લેટ, દેરી રોડ, માલતી શાહ કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧ તા. ૧૬-૧૨-૨૦૧૫ સંપર્ક : ૯૮૨૪૮ ૯૪૬૬૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy