SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે સાથે “અભિધાન રાજેન્દ્રકોષનું ખૂબ શ્રમસાધ્ય કાર્ય કર્યું. આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ આજીવન નિષ્ઠાપૂર્વક આગમસંશોધનનું કાર્ય કર્યું. આગમસંશોધનના કાર્યને આગળ ધપાવનાર શ્રુતવારિધિ પપૂ. મુનિશ્રી જબૂવિજયજી વર્ષોની મહેનતે જ્યારે નવું પુસ્તક તૈયાર થાય ત્યારે પ્રભુના ચરણે ધરીને તેનું વિમોચન કરતા. કેવો સમર્પણભાવ ! નખશિખ પ્રામાણિક, સત્યના આરાધક પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવજિયજીએ દેશ-પરદેશમાં ભ્રમણ કરીને સંશોધનનાં નવાં નવાં કાર્યો જોયાં અને તેનાથી પ્રેરિત થઈને પોતે ખૂબ મૂલ્યવાન, પ્રગતિકારક કાર્યો કર્યા, ગહન અભ્યાસપૂર્વકના સાહિત્યનું પ્રદાન કર્યું. તેઓએ સંશોધનનાં જે નવાં દ્વાર ખોલ્યાં તેનો પ્રકાશ આ યુગના કેટલાય સંશોધકોના જીવનમાં ફેલાયો અને આગમસંશોધકો, હસ્તપ્રતશાસ્ત્રના વિદ્વાનો, ખૂબ મૂલ્યવાન એવી સંસ્થાઓના હોદ્દેદારો વગેરેના માધ્યમથી સમાજને ખૂબ મૂલ્યવાન વારસો પ્રાપ્ત થયો. બહુશ્રુત વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાએ સંશોધક દૃષ્ટિથી જીવનભર કાર્ય કર્યું. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી તથા સત્યશોધક પંડિત બેચરદાસજી વગેરે ચિંતનશીલ સાહિત્યકારોએ વિરોધોની વચ્ચે પણ સત્યની મશાલને પ્રજ્વલિત રાખી. આજથી લગભગ આઠ દાયકા પહેલાં સી.એ.ની પદવી મેળવ્યા પછી, તે સમયમાં સંસારનો ત્યાગ કરીને, દીક્ષા લીધા બાદ પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિજીએ પોતાના ચારિત્રમાર્ગમાં જ્ઞાનને પ્રાધાન્ય આપીને શિબિરો યોજીને યુવાવર્ગનું ઘડતર કર્યું. પરિણામે કેળવાયેલા અનેક યુવાનો સ્વવિકાસના અને સમાજવિકાસનાં કાર્યોમાં પ્રવૃત્ત થયા. તો વળી સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજીનું જીવન અને પ્રવૃત્તિઓ જૈન સાહિત્ય તથા વિવિધ કળાઓને અભિવ્યક્ત કરવા માટે નોંધપાત્ર છે. અનેક ભાષાઓમાં કોષના કામ કરનાર ભારતભૂષણ મુ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું પ્રદાન અવિસ્મરણીય છે. શ્રુતઉપાસક પ. પૂ. શ્રી દેવેન્દ્રમુનિજીએ નારીસન્માન, વ્યસનમુક્તિ, પર્વમહત્ત્વ દર્શાવતી રચનાઓ આપી. શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે જિંદગીના અનેક આરોહઅવરોહોની વચ્ચે મબલખ સાહિત્યની ખેતી કરી છે. ડૉ. નગીનભાઈ શાહે દર્શનશાસ્ત્ર અંગે ગુજરાતી, અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર કામ કર્યું છે. પરદેશમાં જેન ચિંતન અંગે જાગૃતિ આણનાર ફ્રેંચ વિદ્વાન પ્રો. ડૉ. કોલીટ કેલિયેટના પ્રયત્નો થકી જૈન ધર્મના સિદ્ધાંતોની જાણકારી દેશ-પરદેશમાં વિકાસ પામી. સાહિત્ય સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણીએ મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રે તથા અનેક પ્રાચીન કૃતિઓ અંગે જે કાર્ય કર્યું તે નમૂનેદાર બની રહ્યું. લિપિ
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy