SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જ અનુલક્ષી લીધેલા છે. એમાં પણ માળાના મણકાની જેમ ૧૦૮ પાઠનો સંગ્રહ છે. શ્રીમદ્ પોતે જ સં ૧૯૫૫માં લખે છેઃ જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય... તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે. કથાઓ અને ઉદાહરણોથી ભરપૂર ૧૦૮ પાઠોનું ભાવપૂર્વક મનનચિંતન મોક્ષના કારણરૂપ થઈ પડે એમ છે. શ્રીમદે પોતે જ આ પુસ્તકનું મહત્ત્વ વિશદતાથી દર્શાવ્યું છે. (૩) ‘ભાવનાબોધ’ પુસ્તક સં. ૧૯૪૨માં શ્રીમદે લખ્યું હતું. આ ગ્રંથ ટૂંકો છતાં વૈરાગ્યથી ભરપૂર છે, અનિત્ય, અશરણ વગેરે બાર ભાવનાઓનું વર્ણન છે. શરૂઆતમાં મુક્તક મૂક્યું છે અને પછી દૃષ્ટાંતોથી સમજાવી છે. દા.ત., અનિત્ય ભાવનાની શરૂઆતમાં કાવ્યપંક્તિ મૂકી છે વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ...’ એવી જ રીતે બધી ભાવનાઓ વિશે લખ્યું છે. આ ગ્રંથો રચ્યા એ જ અરસામાં તેમણે (૪) ‘મિરાજા નામે એક કાવ્યગ્રંથ લખ્યો હતો જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનો ઉપદેશ કરી અંતે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. આ ગ્રંથ પાંચ હજાર શ્લોકનો કહેવાય છે પરંતુ તે ઉપલબ્ધ નથી. આ ગ્રંથનો માત્ર ઉલ્લેખ સં ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા ‘સાક્ષાત્ સરસ્વતીમાં મળે છે. ‘નીતિવિષયક પુસ્તક’ની છાપેલી પ્રત મળી શકતી નથી. સં. ૧૯૫૩માં લખેલા અવતરણો મોક્ષસિદ્ધાંત’ નામે પ્રસિદ્ધ થયેલાં છે. તેમાં ‘દ્રવ્યપ્રકાશ' લેખમાં ‘દ્રવ્યસંગ્રહ'ના ત્રણે ભાગનું વિવેચન કરતા અધૂરો રહેલો તે લખે છે તે જ એકના આઠમા વિભાગમાં દ્રવ્યસંગ્રહની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છે જે પ્રસિદ્ધ છે અહીં મૂળ ગાથાઓનો રહસ્ય ભાવ સ્પષ્ટ પ્રગટ થાય છે. ‘શ્રીમદ્દ્ની દૃષ્ટાંત કથાઓ' પ્રકાશિત થઈ છે તેમની કથાનુયોગની શૈલી અનોખી હૃદયવેધક અને વૈરાગ્યપ્રેરક છે. તેમજ આત્મોપયોગી છે. દૃષ્ટાંતકથાઓ ભાગ ૧-૨-૩ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ અને રાજચંદ્ર આશ્રમ અગાસ તરફથી પુનર્મુદ્રિત કરવામાં આવી છે. તેમના પુસ્તકો તાત્ત્વિક હોવા છતાં સરળ શૈલીમાં લખાયા હોવાથી સ્પષ્ટ છે. સોળથી ઓગણીસ વર્ષની વય દરમિયાન શ્રીમદ્દે ગૃહસ્થ જીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત કરવું એ અંગે પણ એમની અંગત નોંધમાં ઉતાર્યું છે. એમાંથી થોડા ઉતારા જોઈએઃ (જેમાંથી આદર્શ ગૃહસ્થ જીવનની પ્રેરણા મળે છે.) (૧) ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy