SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુકયં વશ પ્રશસ્તિના ઉપલબ્ધ થાય છે. આ લેખમાં ફક્ત સામનાથ પાટણના સંદર્ભમાં જ ભીમદેવના રાજા તરીકે નિર્દેશ થયેલા છે. આ પરથી સ`શય થાય કે ભીમદેવ આટલો લાંખ સમય સારસ્વતમંડલની બહારના પ્રદેશ પર સત્તા ધરાવતા હશે ખરા ? અને કયા કારણેાસર તેના આ સમય દરમ્યાનના એક પણ લેખ પ્રાપ્ત થતા નથી ? જો કે અહી. આ મુદ્દો ચર્ચાસ્પદ જ રહ્યો છે. કેમકે અહીં રજૂ કરેલા પુરાવા ઉપરાંત અન્ય કોઈ નવા વધુ પુરાવા જો પ્રાપ્ત થાય તો જ આ જટિલ સમસ્યાના ઉકેલ લાવી શકાય. ७८ ઉપરોક્ત ચર્ચાને વિગતે જોતાં એક બીજો મુદ્દો પણ ધ્યાન ખેંચે તેવા છે. ગિરનારના વિ.સ. ૧૨૮૮ના અભિલેખો પરથી જણાય છે કે વસ્તુપાલ તેજપાલની નિમણૂક વીરધવલના મહામાત્યો તરીકે થઈ હતી. આ ઉપરાંત વસ્તુપાલના સમયના કેટલાક પ્રથામાં૨૯૪ વીરધવલની વિનંતીથી ભીમદેવે વસ્તુપાલતેજપાલને મંત્રી તરીકે નિમ્યા હોવાનું જણાવેલુ છે. આ મુદ્દો જોતાં એમ જણાય છે કે પાટણમાં વિ.સ. ૧૨૭૬ (ઈ.સ. ૧૨૧૯૨૦)માં ભીમદેવ રાજ્ય કરતા હતા. તે પરથી જયસિંહને રાજ્યપ્રાપ્તિ સ. ૧૨૭૬-૧૨૮૦ દરમ્યાન થઈ ગણાય. અજુ નવર્મા, જયસિંહ, ભીમદેવ અને જયંતસિ ંહને લગતા સર્વ સમયનિર્દેશાના મેળ મેળવવેા હોય । જયસિહુ એકવાર ૧૨૬૬-૬૭માં અને ખીજી વાર વિ.સં. ૧૨૭૬-૮૩ દરમ્યાન સત્તારૂઢ હતા, જ્યારે ભીમદેવે તેનું રાજ્ય એકવાર વિ.સં. ૧૨૬૭–૭૩ દરમ્યાન અને બીજીવાર સં. ૧૨૮૦–૮૩ દરમ્યાન મેળવ્યું હાવાનું નક્કી થાય. આથી એમ જણાય કે સિ`હે ભીમદેવની ગાદી એ વાર પડાવી લીધી અને ભીમદેવે એ બે વાર પાછી મેળવી. આ હકીકત મળતા અભિલેખાને આધારે તૈયાર કરેલા નીચેના કાઠા દ્વારા તારવી શકાય : વિ.સ. ૧૨૬૧ : ભીમદેવ ૨ જો વિ.સં. ૧૨૬૩ : ભીમદેવ ૨ જો વિ.સ. ૧૨૬૬ : ભીમદેવ ૨ જો વિ.સ’. ૧૨૬૭ : જયસિંહ ૨ જો વિ.સં. ૧૨૭૩ : ભીમદેવ ૨ જો વિ.સ’. ૧૨૭૬ : ભીમદેવ ૨ જો વિ.સ. ૧૨૮૦ : જયસિંહા જો વિ.સ. ૧૨૮૩ : ભીમદેવ ૨ જો
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy