SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ કુમારપાલનાં બિરુદો કુમારપાલના અભિલેખેમાં તેના નામની આગળ વિવિધ બિરુદ પ્રયોજેલાં છે. આ બિરમાં પરમભટ્ટારક સમસ્ત રાજાવલી વિરાજિત પરમેશ્વર વગેરે; ખાસ બિરુદોમાં “શાક ભરીભૂપાલ” તેમજ “ઉમાપતિવર–લબ્ધપ્રસાદ” વગેરે પ્રજામાં છે. શાકંભરીભૂપાલનું બિરુદ તેના શાકંભરી–વિજ્યનું સૂચક છે, જ્યારે ઉમાપતિવરલબ્ધપ્રસાદ એ તેના શૈવધર્મ પ્રત્યેના અનુરાગનું સૂચન કરે છે. કુમારપાલનાં ચરિત્ર અને કારકિદી વિ. સં. ૧૨૦૮ના શિલાલેખમાં કુમારપાલના ગુણેનો ઉલ્લેખ થયેલ છે. તેમાં કુમારપાલને અત્યંત પ્રતાપી, હરિસમાન ગુણોવાળો, શુદ્ધ આચરણવાળે સદ્ધનાં કર્મોને પ્રાદુર્ભાવ કરવાવાળ, ચતુરનયનોવાળે, કૃતયુગ પ્રવર્તાવનાર, કાલવ્યવસ્થાને વશ કરનાર અને ધર્મ ફેલાવનાર કહેવામાં આવેલ છે. કુમારપાલના ઘણા લેખોમાં એને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” બિરુદ આપેલું છે. વિ. સં. ૧૨૧૬, ૧૨૨૦, તેમજ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ના લેખમાં એને “ઉમાપતિલબ્ધવરૌઢપ્રતાપ” કહ્યો છે, જે બાબત એના શૈવધર્મ પ્રત્યેના અનુરાગની સૂચક છે. પરંતુ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવતાં કુમારપાલનો જૈનધર્મ પ્રત્યે અનુરાગ વધ્યો હતો. એમ કહેવાય છે કે કુમારપાલે વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)માં જૈનધર્મ અંગીકાર કર્યો હતો. જૈનધર્મ સ્વીકાર્યા પછી એણે અહિંસા, ત્યાગ વગેરે સિદ્ધાંત અપનાવી લીધા હતા. જોકે તેના અભિલેખમાં આ * પ્રકારની અસર ક્યાંય જણાતી નથી. જો કે તેના રાજ્યકાલ દરમ્યાન મારવાડના બે સામતના લેખમાં અમારિ ઘોષણું (જીવહિંસા નહિ કરવાના ફરમાન)ના ઉલ્લેખ થયેલા છે. બીજી બાજુ વિ. સં. ૧૨૧, ૧૨૨૭ અને ૨૮ના લેખમાં એને પરમ . આહત અને પરમશ્રાવક કહ્યો છે. આ ઉપરાંત વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮)ના લેખમાં ૩૫ જણાવ્યા પ્રમાણે તેણે સોમનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેવી રીતે તેણે કેદારેશ્વર મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે ર૩૬ અણહિલપુરમાં તેણે કુમારપાલેશ્વર નામને શિવમંદિર પણ કરાવ્યું હતું.૨૩૭ આમ આમિલેખિક અને સાહિત્યિક
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy