SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ - કુમારપાલના ધોળકાના વર્ષ વગરના એક લેખમાં તેણે (શિલાહાર રાજા) 1. મલ્લિકાર્જુનનો વધ કર્યો હોવાને ઉલ્લેખ છે.૨૦૯ : - આમ કુમારપાલના પિતાના લેખમાં તેમજ સમકાલીન તથા અનુકાલીન લેખોમાં તેની કેટલીક રાજકીય વિગતે વિશે જાણવા મળે છે. - કુમારપાલને રાજ્યાભિષેક : કુમારપાલના રાજયભિષેક વિશે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૨૦૦ (ઈ.સ. ૧૧૪૩)ના - બાલીના શિલાલેખના વાંચનના આધારે શ્રી એ. કે. મજુમદારે કુમારપાલના રાજ્યાભિષેકનું વર્ષ હેમચંદ્રાચાર્યની આગાહીમાં જણાવેલ “વીર નિર્વાણથી ૧૬૬૯ વર્ષ વીતતાં” વિ. સં. ૧૨૦૦ હોવાનું જણાવ્યું છે. | પ્રબંધચિંતામણિમાં કુમારપાલને રાજ્યાભિષેક વિ. સં. ૧૧૯૯ના કારતક વદ ૬ને રવિવારે થયેલ હોવાનું જણાવ્યું છે,૨૧૧ જ્યારે, “વિચારશ્રેણીમાં વિ. સં. ૧૧૯૪માં સિદ્ધરાજના મૃત્યુ પછી ૩૦ દિવસે કુમારપાલને રાજ્યાભિષેક થયો હોવાની વિગત નોંધાયેલ છે.૨૨ “સુપાસનાહચરિત'ની પ્રશસ્તિમાં સં. ૧૧૯૯ ' ના માઘ સુદ ૧૦ ને ગુરુવારે કુમારપાલનો રાજ્યાભિષેક થયો હેવાનું જણુવ્યું છે.૨૧૩ | - ઉપરોક્ત વિવિધ મત જોતાં શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ સિદ્ધરાજના વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)ના બાલીના શિલાલેખના વાંચનામાં હજુ શંકા રહે. પરંતુ પ્રબંધોમાં આપેલું વર્ષ સંભવિત ગણી શકાય. આ પ્રમાણે સિદ્ધરાજનું મૃત્યુ ઈ. સ. ૧૧૪રના ઍકટોબરમાં થયું હોય અને કુમારપાલનો રાજ્યાભિષેક લગભગ એ પછીના મહિને થયે હોય.૨૧૪ કુમારપાલના વિજ્ય : કુમારપાલના અભિલેખોને આધારે તેણે કરેલા વિર્યો વિશે જાણવા મળે છે. . શાભરી વિજય : શાકંભરીના રાજા અર્ણોરાજનો પરાજય કરવામાં ? કુમારપાલને મળેલી સફળતા એ એની મોટી રાજકીય સિદ્ધિ હતી. . કમરપાલ સત્તા પર આવ્યો તે પછી ટૂંક સમયમાં જ એણે અર્ણરાજને પરાભવ કર્યો. કુમારપાલના આ વિજ્યની નોંધ તેના પિતાના અભિલેખે તેમજ અનુકાલીન અભિલેખોમાં પણ થયેલી છે. આમાં દૃષ્ટાંત રૂપે કુમારપાલના પિતાના વિ. સં. ૨૦૮ના વડનગર પ્રશસ્તિ લેખ તેમજ તેના વિ. સ. ૧૨૦૮ અને વિ. સ. ૧૨૧ના લેખોમાં થયેલ નિર્દેશને ગણી શકાય. ' :
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy