SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિખા : એક અધ્યન ચૌહાણોની મદદથી સૌરાષ્ટ્ર-વિજ્ય કર્યાનું જણાવેલું છે.૧ ૭૫ આથી દાહોદને સિદ્ધરાજનો લેખ અને કુમારપાલને કિરાડને લેખ જોતાં સિદ્ધરાજે સોમનાથ યાત્રા નિમિત્તે જવા માટે સોરઠ પર આક્રમણ કર્યું હોય અને રા'ખેંગારને એણે પકડ્યો હોય અને ત્યારબાદ શ્રી નત્તમ પલાણ ધારે છે તેમ, સોમનાથની યાત્રા દરમ્યાન પાટણ પર માળવાનું આક્રમણ થવાના ભયને લીધે તે તરત જ પાટણ પાછો ફર્યો હોય અને જૂનાગઢમાં રા'ખેંગાર ફરીથી સ્વતંત્ર થયો હોય.૧૭૬ આ સ્વતંત્ર થયેલા સેરઠને ત્યાર પછી કુમારપાલે છ હોય. અહીં આ સંદર્ભમાં બીજે પણ એક મુદ્દો વિચારવા જેવો એ છે કે સિદ્ધરાજે સોરઠ વિજય ક્યારે કર્યો હશે ? ચૌલુક્યોના તેમજ સમકાલીન રાજ્યના અભિલેખોમાં આનો નિર્દેશ થયો નથી. “પ્રબંધચિંતામણિ”માં સેરડ–વિજ્યનું વર્ષ વિ. સં. ૧૧૭૦નું આપ્યું છે.૧ ૭૭ વળી જૈન પ્રબંધોમાં એમ કહેવાયું છે કે સિદ્ધરાજે સર–વિય કરીને ત્યાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીને નીમેલે અને સજ્જનમંત્રીએ સોરઠની ત્રણ વર્ષની ઊપજમાંથી ગિરનાર પર નેમિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ૧૮ ગિરનાર પર આ અંગે સજ્જનમંત્રીને વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયો છે.૧૭૮ વંથળીમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પરની પીઠિકા પરના વિ. સં. ૧૧૮૧નો લેખ પ્રાપ્ત થયો છે. આ લેખમાં શેભનદેવને દંડનાયક કહ્યો છે. જો કે આ લેખમાં વંથલી કે સોરઠના નામનો નિર્દેશ નથી. આથી એમ જણાય છે કે સજન મંત્રી પછી શનિદેવ દંડનાયક બન્યું હોય. શ્રી નરોત્તમ પલાણ ધારે છે કે સજ્જનમંત્રી સિદ્ધરાજના દંડનાયક તરીકે ગાળામાંથી અમલ ચલાવતિ હશે અને કુમારપાલના સમય સુધી સોલંકીઓની ગાળા સુધી જ સત્તા પ્રવતી હશે. કુમારપાલના વખતમાં સોરઠ છતાયુ તેમ છતાં તે વિસ્તારનું મુખ્ય મથક ગાળા ચાલુ રહ્યું હોવાનું ત્યાંના ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૪૯ ના૧૮૦ લેખ પરથી પ્રતીત થાય છે. સ્વાભાવિક છે કે ગાળામાંથી દંડનાયક તરીકે વહીવટકર્તા સજજન મંત્રીએ ગિરનાર અને વંથળી જેવાં જૈનતીર્થોમાં પૂર્ણ કાર્યો કરાવ્યાં હોય અને સોરઠના રાજાએ એ સામે વાધે લીધે ન હોય.૮૧ ઉપર્યુકત મુદ્દાઓને સમગ્રતયા જોતાં એમ જણાય છે કે દાહોદના લેખ અન્વયે સિદ્ધરાજે સેરઠ જીતીને રાખેંગારને કેદ કરેલે. પણ તેને મનાથની યાત્રા કર્યા પછી પાટણ તુરત પાછું ફરવાને લઈને રા'ખેંગારે એનું આધિપત્ય ફગાવી દીધું હોય.. કારણ ત્યાર પછી સોરઠમાં રા'ખેંગારના ઉત્તરાધિકારીઓને અમલ ચાલતે જણાય. છે. પરંતુ સોરઠને પુનઃ પ્રાપ્ત કરવામાં રાખેંગારને ઓછામાં ઓછાં ૧૦ થી ૧૫
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy