SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુકથ વંશ ૪૫ શ્રી એ. કે. મજુમદારના જણાવ્યા પ્રમાણે કાતિરાજ કલ્યાણીના ચાલુક્ય રાજ્યને મહામંડલેશ્વર હતા. કલ્યાણીનરેશ ઈ. સ. ૧૦૧૮ થી ૧૦૨૪ સુધી ચોળ રાજ્ય સામે યુદ્ધમાં રોકાયેલો હતો ત્યારે દુર્લભરાજે કીતિરાજને હરાવી લાટ પ્રદેશ જીતી લીધું.૯૪ આ પ્રકારના ઉલ્લેખો કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના વડનગરના પ્રશસ્તિલેખમાં પણ આપેલા છે. પરંતુ શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે પરમાર ભેજરાજે ટૂંક સમયમાં જ અર્થાત વિ સં. ૧૦૬૭ માં લાટ અને કેકણ વચ્ચેના પ્રદેશ પર આધિપત્ય પ્રવર્તાવ્યું હતું. પણ - “વાશ્રય”માં થયેલા નિદેશોને આધારે જણાય છે કે દુર્લભરાજને ચૌહાણ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. દુર્લભરાજે નડુલના રાજવી મહેન્દ્રની બહેન દુર્લભદેવી વેરે લગ્ન કર્યા હતાં. “યાશ્રય”ના આ ઉલ્લેખો એ સમયના લેખમાં પણ થયેલા છે. વિ. સં. ૧૦૫૩ ના ધાના લેખમાં ૯૭ મહેન્દ્ર નડ્રલનો રાજવી હતો તેમ વારંવાર નિર્દેશ થયેલ છે. મહાસામતાધિપતિ કૃષ્ણરાજનું વિ. સં. ૧૦૭૯ (ઈ. સ. ૧૦૧૩)ના સમયનું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે જેમાં દૂર્લભરાજને ઉલ્લેખ થયેલો છે. “પ્રબંધચિંતામણિ”માં જણાવ્યા પ્રમાણે દુર્લભરાજે શ્રીપત્તન (અણહિલપાટણ)માં દુર્લભ સરોવર કરાવ્યું હતું તેમજ કેશગ્રહ, હસ્તિશાલા અને ઘટિકાગ્રહ સાથેનું સાત મજલાનું ધવલગ્રહ કરાવ્યું હતું.૯૮ ભીમદેવ ૧લે ભીમદેવ ૧ લો ચૌલુક્ય કુલ પાંચમો રાજવી હતો. તે દુર્લભરાજ પછી સત્તા પર આવેલો. સગપણ પરત્વે તે તેના પૂર્વવતી રાજા દુર્લભરાજનો ભત્રીજો હતા. દુર્લભરાજ નિઃસંતાન હોવાથી તેણે પિતે જ વિ. સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૨)માં ભીમદેવ ૧ લાને રાજ્યાભિષેક કર્યો હતો.૯૯ ભીમદેવ ૧ લાના રાજ્યકાલના કુલ ૧૦ અભિલેખો પ્રાપ્ત થયા છે જેમાં પહેલો લેખ વિ. સં. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨૭) વર્ષ અને અંતિમ લેખ વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪) વર્ષ છે. (૧) વિ. સ. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨9નો લેખ, જે મેઢેરાના મંદિરમાંથી પ્રાપ્ત થયો છે.૧૦૦ આ લેખમાં મિતિ સિવાય અન્ય કોઈ વિગત આપેલ નથી. (૨) વિ.સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ને રાધનપુરમાંથી પ્રાપ્ત થયેલ લેખ,
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy