SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન ઉત્તરે સત્યપુરમંડલ આવેલું હતું. આ મંડલની રાજધાની સત્યપુર હતી. સત્યપુર એ હાલનું સાંચોર (જિ. જોધપુર–રાજસ્થાન) છે. | મૂળરાજના લેખેમાંથી તેનાં પરમભટ્ટારક,” મહારાજાધિરાજ,”પરમેશ્વર” અને “રાજાધિરાજ' જેવાં બિરુદ જાણવા મળે છે. તેના આધારે કહી શકાય કે મૂળરાજ સ્વતંત્ર, સમર્થ રાજવી અને કેટલાક સામંતોને અધિરાજ પણ હતા. સમકાલીન અભિલેખેને આધારે મૂળરાજ વિશે કેટલીક પ્રાસંગિક વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના પરમાર સીયક૨ જના તામ્રપત્રને આધારે જણાય છે કે, ખેટક મંડલમાં રાષ્ટ્રકૂટ રાજા અકાલવર્ષ (કૃષ્ણરાજ-૩ જ)નું રાજ્ય હતું અને એમાં મોહડવાસક (મોડાસા) વિષય પર પરમાર સીયક–રજાની આણ પ્રવર્તતી હતી. વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૯૭૦)માં સીયકની સત્તા ચાલુ રહેલી હતી. આ પછી થોડાક વર્ષોમાં જ પરમાર સીયકે રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ફગાવી દીધું અને એની સાથે દખણના રાષ્ટ્રકૂટ રાજ્યને ગુજરાતમાંથી અંત આવ્યા હતા.૭૧ આ પરિસ્થિતિમાં મૂળરાજે ખેટકમંડલ પર પિતાની સત્તા ફેલાવી શક્યો હશે. જોકે પરમારોની મોડાસા વિષય પરની સત્તા મૂળરાજના પૌત્ર દુર્લભરાજના સમય સુધી ચાલુ રહેતી હતી એમ દુર્લભરાજના વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૮૦૧૩)ના તામ્રપત્રને. આધારે જાણવા મળે છે. હસ્તિકુંડીના ધવલના બીજાપુરના વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે ધરણીવરાહ રાજની સત્તાને નાશ કર્યો હતો અને રાષ્ટ્રકૂટ રાજા ધવલે તેને આશરો આપ્યા હતા. આમાંને ધરણીવરાહ એ આબુ પરમાર રાજા ધરણીધર હોવાનું મનાય છે.છ૪ મૂળરાજના પૌત્ર ભીમદેવના સામંત તરીકે ધરણીધરને પૌત્ર ધંધુક હોવાનું જણાયું છે. આના પરથી કદાચ શક્ય છે કે ધરણીવરાહે મૂળરાજના સામંતનું પદ સ્વીકારી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું હોય.૭૫ એકંદરે જોતાં મૂળરાજની આણ અણહિલપાટકની આસપાસ આવેલા સારસ્વતમંડલ, જોધપુર, સાર, સત્યપુરમંડલ, ખેટકમંડલ, કચ્છ અને આબુ સુધી વિસ્તરેલી હશે.૭૬
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy