SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન મૂળરાજ ૧ લે આ રાજવીના સજ્યકાલ દરનના કુલ ચાર અભિલેખ પ્રાપ્ત થયા છે, જે નીચે પ્રમાણે છે: (૧) વિ. સં. ૧૦૩૦ (ઈ. સ. ૯૭૪) માં મૂળરાજે વછકાચાર્યને ગંભૂતા (ગાંભૂ, જિ. મહેસાણા) વિષયનું એક ગામ દાનમાં આપ્યાને લગત,૫૯ (૨) વિ.સં. ૧૩૩ (ઈ. સ. ૯૬)માં રાજપુત્ર ચામુંડરાજે વરુણશર્મક (વડસમા, જિ. મહેસાણા) માં જૈનગ્રહને ભૂમિદાન કર્યું તેને લગતા,૬૦ (૩) વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭) માં મૂળસ સારસ્વત મંડલમાંના મહેરક ૭૫૦ વિભાગનું એક ગામ વદ્ધિ–વિષયમાં મંડલી ગામમાં આવેલા મૂલનાથ દેવને આપ્યું હતું તેને લગતું, અને (૪) વિ. સં. ૫૦૫૧ (ઈ. સ. ૯૯૫) માં મૂળરાજે સત્યપુર (સાંચોર) મંડલમાંનું એક ગામ દીર્વાચાર્યને દાનમાં આપ્યું તેને લગત છે આ ઉપરાંત મૂળરાજના સમયના સમકાલીન રાજવીઓના લેખમાં પણ એને લગતા ઉલલેખે થયેલા છે. જેમકે : (૧) વિ. સં. ૧૦૦૧ (ઈ. સ. ૯૪૮)ના પરમાર સીયકર જાના તામ્રપત્રમાં ૩ (૨) વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના રાષ્ટ્રકૂટ રાજ ધવલના બીજાપુરના લેખમાં.૬૪ વળી આ વંશના અનુકાલીન ચૌલુક્ય રાજવીઓના લગભગ બધા અભિલેખમાં મૂળરાજને આપેલ વંશાવળીમાં ઉપરાંત કેટલાકમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ પણ થયેલો છે. આમાં બે લેખો વિશેષ મહત્ત્વના છે :(૧) સિદ્ધરાજ જયસિંહના વર્ષ વગરના સાંભર લેખમાં મૂળરાજ વિ. સં. ૯૯૮ માં ગાદી પર બેઠાને નિ દેશ થયેલ છે. ૫ (૨) વિ.સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫ર) ના કુમારપાલના વડનગર પ્રશસ્તિ લેખમાં મૂળરાજને ઉલેખ. આ રીતે થયેલો છે– “સ્વેચ્છાએ બન્દિવાન કરેલા ચાકરની રાજલક્ષ્મીને એણે વિદ્વાને, બધુજને, દ્વિજો, કવિઓ અને ત્યાનાઉપ ભોગની વસ્તુ બનાવી.”૬૬
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy