SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ એક વીર ચાહો ઉત્પન્ન થયા અને તેમાંથી આ વંશ ચાલ્યા હેાવાનું જણાવ્યુ છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વંશમાં ચુલુક પછી ક્રમશઃ હારિત અને માનવ્ય નામના વીરા થયા. આ વંશનું મૂળ સ્થાન અચેાધ્યા હતું. સમય જતાં આ વંશની એક શાખાએ દક્ષિણમાં રાજ્ય સ્થાપ્યું.૨૮ કવિ બિલ્હણે જણાવેલી અનુશ્રુતિ ગુજરાતમાં પછી વ્યાપકપણે સ્વીકારાયાનું જણાય છે. ચૌલુકચ રાજ કુમારપાલના વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦-૫૧) ના ચિત્તોડગઢના લેખમાં૨૯ તેમજ વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨) ના લેખમાં૩૦ તથા ખંભાતના કુંથુનાથના મ ંદિરના લેખમાં૩૧ ચૌલુકયોની ઉત્પત્તિ બ્રહ્માના ચુલુકમાંથી થઈ હાવાનુ નાંધાયુ છે. “ ચાશ્રમ'ની વિ. સં. ૧૩૧૦ ની અભયતિલકણુની ટીકામાં, વિ. સં. ૧૩૦૦ માં લખાયેલ બાલચંદ્રસૂરિ–રચિત “વસંતવિલાસ'માં, વસ્તુપાલતેજપાલની વ. સ. ૧૨૮૭ ની પ્રશસ્તિમાં અને વિ. સં. ૧૩૬૧ માં વઢવાણુમાં લખાયેલી મેરુત્તુ ંગની પ્રબંધચિંતામણિ'માં પણ ચૌલુકયોના મૂળ પુરુષની કલ્પના બ્રહ્માના ચુલુકમાંથી થઈ હેાવાનુ જણાવ્યું છે.૩૨ કુમારપાલચરિત'માં બ્રહ્માના ચુલુકમાંથી આ વંશની ઉત્પત્તિ થયાની અનુશ્રુતિને બદલે પ્રાચીનકાળમાં ચુકય નામના કાઈ ક્ષત્રિય વીર પુરુષમાંથી આ વંશ ઊતરી આવ્યાનું જણાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે એ પુરુષે પેાતાનાં પરાક્રમેાથી શત્રુઓના સંહાર કરી પેાતાનું નવું રાજ્ય સ્થાપ્યું. તેના વંશજો ઉત્તરકાલમાં ચાલુકયોના નામે જાણીતા થયા. ચુલુયે મથુરામાં પેાતાના વંશ પ્રવર્તાવ્યા. આ વંશમાં સિહવિક્રમ નામના રાજવી થયા. એણે પેાતાના નામના સંવત પણ પ્રચલિત કર્યાં અને એના પુત્ર વિક્રમમાંથી અનુક્રમે ૮૫ તેજસ્વી રાજવીએ થયા. આ પછી રામ, ભટ, દડક્ક, કાંચિકવ્યાલ, રાજ અને મૂળરાજ થયા.૩૩ આ વૃત્તાંતમાં આપેલ રાજાઓનાં નામ પૈકી કેટલાક મૂળરાજના જ્ઞાત પૂજો છે અને તેમને ઉત્તરભારત સાથે જોડી દીધલા જણાય છે. આમાં કેટલાક રાજવીઓનાં નામેા કલ્પિત ઉમેરેલાં હાવાનુ જણાય છે.૩૪ વસ્તુતઃ “કુમારપાલચરિત”ના વૃત્તાંતમાં ખાસ કાઈ ઐતિહાસિક તથ્ય જણાતુ નથી. ખીજી બાજુ ભાટચારણાએ પરમાસ, પ્રતીહારા અને ચાહમાનાની જેમ ચૌલુકયોની ઉત્પત્તિ પણ આજી પર વિશઋષિએ કરેલા. યજ્ઞ વખતે અગ્નિ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy