SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ પ્રાસ્તાવિક : ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ચૌલુક્ય કાલ અત્યંત મહત્ત્વનો ગણાય છે. ચૌલુક્યકાલીન ગુજરાતે સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી હતી. એટલે ચૌલુક્ય કાલને પ્રાચીન ગુજરાત જાહેરજલાલીને કાલા ગણવામાં આવે છે. આ કાલમાં ચૌલુકયોનું રાજ્ય ગુજરાતનું સહુથી પ્રબળ રાજ્ય હતું. એના રાજવીઓ ભારે ઉત્સાહી, પ્રતાપી અને પ્રેરક વ્યક્તિત્વ - ધરાવતા હતા. આ રાજ્યને વિસ્તાર હાલના ગુજરાત રાજ્યના વિસ્તાર કરતાં - ઘણો વધારે હતો. આ કાળ દરમ્યાન ગુજરાતની પ્રજાએ સાહિત્ય, ધર્મ, કલા વગેરે ક્ષેત્રમાં વ્યાપક પ્રગતિ કરી હતી. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા સમર્થ - ચૌલુક્ય રાજવીઓના લાંબા શાંતિભર્યા શાસન કાલને લઈને વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગો વગેરેને ભારે પ્રોત્સાહન મળ્યું હતું તેથી ગુજરાતની આર્થિક - સમૃદ્ધિ વિપુલ પ્રમાણમાં વધી હતી. અહીં વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે, આ કાલ દરમ્યાન ગુજરાતને સૌ પ્રથમવાર “ગુર્જરદેશ”, “ગુર્જરત્તા” એવું - નામ પ્રાપ્ત થયું. આ કાલના રાજકીય ઇતિહાસના મુખ્ય પ્રભાવક બળ તરીકે ચૌલુક્યો હાઈ તેમના વિશે અભિલેખોમાંથી મળતો ઇતિહાસ પ્રથમ નિરૂપી ત્યારબાદ તેમના સમકાલીન રાજવંશોને રાજકીય ઇતિહાસ તારવવાને પ્રયત્ન કરીએ. - ચૌલુક્ય નામ: ચૌલુક્યકાલીન અભિલેખોમાં તથા સાહિત્યમાં આ વંશના નામનાં વિવિધ રૂપે પ્રયોજાયાં છે. મૂળરાજ ૧લાના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના કડીના તામ્રપત્રમાં - “ચૌકિક” અને તેના જ સમયના ચામુંડરાજના વિ. સં. ૧૯૩૩ (ઈ. સ. ૯૭૬-૭૭)ને તામ્રપત્રમાં “ચૌદિઠક”ને પ્રેગ થયેલો મળે છે, જ્યારે વિ. સં. • ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના અજયપાલના કડીના તામ્રપત્રમાંક “ચૌલકિક” રૂપ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy