SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના કયકાલીન અભિલેખે : એક અધ્યયન સંક્ષિપ્ત રૂપે પ્રયોજવામાં આવતું. આવા અક્ષરોમાં સમય-નિર્દેશને લગતા શબ્દોમાં ખાસ કરીને , સવ કે સંવત વગેરે શબ્દ પ્રયોજાતા. અધિકારદર્શક શબ્દોમાં દૂત માટે ૨, મહાક્ષત્રસ્ટ માટે માગ, મહાસાંધિવિઘgવા માટે મહાસા જેવાં સંક્ષિપ્ત રૂપે પ્રયોજવામાં આવતાં. બીજા શબ્દો જેવા કે % માટે , Íવા માટે , દ્રશ્ન માટે , ઠાકુર માટે ૪, વંદિત માટે , સાંવત્સાર માટે સાં વગેરે શબ્દ પ્રયોજવામાં આવતા હતા. ઉ. ત. વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના કુમારપાલના માંગરોળના શિલાલેખમાં મહાસાંધિવિત્રરંવ માટે મહારા,૫૬ કુમારપાલન વિ. સં. ૧૨૨૫ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના વેરાવળના શિલાલેખમાં સૂત્રધાર ને માટે સૂત્રપ૭, વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભીમદેવ–૨ જાના. આબુના શિલાલેખમાં સંવત ને માટે સંપૂ૫૮ વિ. સં. ૧૨૯૫ (ઈ. સ. ૧૨૩૮)ના. ભીમદેવ–૨ જાના કડીના તામ્રપત્રમાં ટાકુરને બદલે ટા. પ્રયોજાયેલ છે.પ૮ મુદ્રાંક રાજ શાસનમાં તામ્રપત્રોને જોડતી એક કડીના સાંધા ઉપર રાજમુદ્રાની છાપ લગાડવામાં આવતી, જેથી પતરાનું સંયોજન અકબંધ રહેતું. સામાન્ય રીતે રાજમુદ્રાની છાપનાં ઉપલા ભાગમાં એ રાજવંશના લાંછન(પ્રતીક)ની આકૃતિ અને નીચલા ભાગમાં એ રાજાનું નામ કરવામાં આવતું. અલબત્ત, ચૌલુક્ય-- કાલીન લેખમાં આ પ્રકારનાં મુદ્રાં કે જોવા મળતાં નથી. જે કે મૂળરાજ-૧લાના વિ. સં. ૧૦૪૩ ના કડીના તામ્રપત્રમાં આ પ્રકારનું રાજચિહ્ન નજરે પડે છે. એમાં નંદીનું રાજચિહ્ન આપવામાં આવેલું છે. ° પરમાર સાયક-ર જાના. વિ. સં. ૧૦૦૫ ના હરસોલના તામ્રપત્રમાં તામ્રપત્રની નીચે ઉડતા ગરુડનું રાજચિત અંકિત કરેલું છે. પરંતુ આ બંને કિસ્સામાં રાજાનું નામ અપાયેલું નથી. જો કે ચાલુકય કાલનાં બધાં તામ્રપત્રોમાં છેવટે રાજાના હસ્તાક્ષર કરેલા મળે છે. (૮) ચૌલુક્યકાલીન અભિલેખોનું વિશ્લેષણ આ સમયના અભિલેખોને અભ્યાસ કરતાં આ લેખોને ચાર પ્રકારોમાં વહેંચી શકાય છે : પ્રકાર લેખોની સંખ્યા. દાનશાસન પૂર્ત નિર્માણને લગતા પ્રતિમા-પ્રતિષ્ઠાને લગતા ४०८ પ્રશસ્તિ-લેખો ૮૭
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy