SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ ૨૮૭ હિ સ. પ૭૩ ના ભદ્રેશ્વરના લેખમાં કહ્યું છે કે૧૪ દયાળુ અને મહેરસાગર અલ્લાહના નામે બીજો કોઈ ઈશ્વર નથી, એના સિવાય બધી વસ્તુ નાશવંત છે, એને ન્યાય અફરે અને તમે બધા એની પાસે પાછા જશે. દરેક જીવંત પદાર્થ મૃત્યુનો અનુભવ કરશે. - આમ આ અભિલે કોઈ ખાસ ઐતિહાસિક નેંધ ધરાવતા નથી. એનાથી ગુજરાતનાં કેટલાંક સ્થળોમાં ઈસ્લામનો પ્રચાર થયો હતો, ત્યાં મુસલમાનની વસ્તી થઈ હતી, એમના ઉપયોગ માટે મસ્જિદો બંધાઈ હતી અને અજનશાહ જેવા નામાંકિત પુરુષોની દરગાહ પણ રચવામાં આવી હતી. આ સિવાય આ અભિલેખોમાંથી ખાસ કંઈ ફલિત થતું નથી. અલબત્ત, સાહિત્યિક સાધનામાં આ કાલના ઈસ્લામના ફેલાવા અંગેની કેટલીક નોંધ અવશ્ય મળે છે. મહમદ ગઝનવીએ ઈ. સ. ૧૦૨૬માં ગુજરાત પર આક્રમણ કરી સોમનાથ લૂંટયું હતું અને બાલમૂલરાજના સમયમાં કુબુદ્દીને અને ઈ. સ. ૧૨૭૮ માં સિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર ચડાઈ કરેલી ત્યારે એને શિસ્ત આપીને પાછા કાઢો.૧૫ એ પછી ઈ. સ. ૧૯૫માં કુબુદ્દીન ઐબકે ગુજરાતના સમાવતી આબુ પર આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ અને બીજા રાજપૂતોએ મળી એને તગેડી મૂક્યો. પરંતુ ઈ. સ. ૧૨૯૯માં કબુદ્દીન છેક અણહિલવાડ સુધી ચડી આવેલે. એણે અણહિલવાડ જીત્યું અને લૂંટયું. આ ચારે કિસ્સાઓમાં મુસલમાનોનાં આક્રમણો થયાં. પરંતુ અહીં એમની રાજસત્તા સ્થપાઈ નહીં. વસ્તુતઃ એઓ વંટોળિયાની જેમ આવ્યા અને ગયા. અલબત્ત, આ આક્રમણે ઉપરાંત વેપાર-નિમિત્તે મુસલમાનોની કેટલીક વસ્તી થઈ. કહેવાય છે કે બાબા-રહીમાન અને એના નાના ભાઈ ૪૦ દરવેસોની જમાત લઈ ૧૦ મી સદીમાં ઈસ્લામને પ્રચાર કરવા ભરૂચ આવેલા અને ત્યાં શહીદ થયા હતા. ખંભાતમાં ઈ. સ. ૧૦૬૭ માં આવેલા અબદુલ્લા નામના મિસરીએ ઈસ્લામને પ્રચાર કરેલે, જેમનું અવસાન ઈ. સ. ૧૨૩૭(૩) માં થયેલું. એમની દરગાહ પર સિયા વોરાએ ઝિયારત કરવા માટે જાય છે.૧૭ એક માન્યતા એવી છે કે સિદ્ધરાજે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતે. આવી માન્યતા સિયા વેરામાં પ્રચલિત છે. આના કોઈ સ્પષ્ટ પુરાવા મળતા નથી. વસ્તુતઃ સિદ્ધરાજ ઉદાર અને ન્યાયપરાયણ હતા અને ખંભાતમાં પારસીઓએ જ્યારે મસ્જિદને મિનારે તોડી નાખ્યો ત્યારે એણે એ પારસીઓને સજા કરેલ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy