SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ગુજરાત ચૌલુકવકાલીન અભિલેખા : એક અધ્યયન (૨૨) બાવીસમા તીથ કર નેમિનાથ છે. એમનુ લાંછન શખ છે. એમા યક્ષ ગોમેધ છે અને યક્ષિણી અંબિકા છે. એમનુ અપર નામ અરિષ્ટનેમિ છે. તેમિનાથની અસખ્ય પ્રતિમાએ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. આ તી``કરની ૨૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૨૩) ત્રેવીસમા તીથ કર પાર્શ્વનાથ છે. મા તીથ કરને ઐતિહાસક વ્યક્તિ માનવામાં આવે છે. એમનું લાંછન સપ` છે. આ તીર્થંકરની લગભગ ૭૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથની પ્રતિમાએ એ પ્રકારે જોવા મળે છે : કાયાત્સગ વાળી અને ખેડેલી; જોકે એમની બધી પ્રતિમાઓમાં એમના મસ્તક પર ધરણુ નાગની છાયા હોય છે. એમાં કેટલીક પ્રતિમામાં પાંચ, સાત, નવ અને સહસ્ર ફણાએ પણ હોવાનું જણાય છે. (૨૪) ચોવીસમા—છેલ્લા તીથંકર મહાવીર સ્વામીનુ જૈનધમ'માં વિશેષ મહત્ત્વ છે. એમનું લાંછન સિંહ છે. આ તી કરની લગભગ ચાળીસ જેટલી પ્રતિમાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપયુ ક્ત ચોવીસ તીથંકરા ઉપરાંત જૈનધર્મીના વીરપ્રભુ, સુબાહુ, ચક્રેશ્વરીદેવી જિતેન્દ્ર, બાહુજિન, અંબિકા, સીમધર સ્વામી, સુબાહુ, શાશ્વતજિન વગેરેની પ્રતિમાઓના લેખ પણ પ્રાપ્ત થાય છે. ચોવીસ તીર્થકરો ઉપરાંત ભવિષ્યના ૨૪ તીથ કરાની પ્રતિમા પણ આ કાલ દરમ્યાન થયેલી જણાય છે, જે પૈકીના કોઈ કોઈના લેખ પણ મળે છે. આ ઉપરાંત આ કાલના જૈનધર્મોના પ્રભાવક સૂરિએ તેમજ આચાર્યાંની પ્રતિમાઓ, જેવા કે હેમચંદ્રસૂરિ, સિ ંહદત્તસૂરિ, દેવભદ્રસૂરિ વગેરેની પણ પ્રતિમાએ લેખસહિત પ્રાપ્ત થાય છે. જૈન તીથ કરા, સૂરિ અને આચાર્યો ઉપરાંત ચૌલુકયકાલ દરમ્યાન થયેલાં પ્રસિદ્ધ સ્ત્રી–પુરુષોની પ્રતિમાએ પણ પ્રાપ્ત થાય છે, જેવી કે વિ. સં. ૧૨૮૫ (ઈ. સ. ૧૨૨૯)ના લેખમાં૬૧ સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ થયેલા છે. (જુઓ આકૃતિ છ) વિ. સ’. ૧૨૮૭ (ઇ. સ. ૧૨૩૦-૩૧)ના લેખમાં૬૨ પરમારવની પ્રતિમા તેમજ વસ્તુપાલ–તેજપાલ અને એમની પત્ની તેમજ એમના પુત્રાની પ્રતિમા આયુના વિમલવસહિકાના મદિરની હસ્તિશાળામાં કરાવ્યાની તેાંધ તેમજ મૂતિઓ. પણ મળે છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy