SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ કલા ર૬૩ ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં નાનાં મોટાં જૈનમંદિરે ઠેર ઠેર બંધાયાં હતાં, વળી જૂનાં મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયા હતા. આ મંદિરોમાં દેવકુલિકાઓ કરાવ્યાના તેમજ પ્રતિમા ભરાવ્યાના અસંખ્ય લેખે પ્રાપ્ત થાય છે. એમાંય ગિરનાર, શત્રુજ્ય, તારંગા, આબુ, પાલિતાણા, પાટણ, ખંભાત વગેરે તીર્થસ્થાનમાંથી આવા લેખે વિશેષ મળ્યા છે. આ લેખના આધારે જણાય છે કે ચોવીસ તીર્થંકર પૈકી આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ અધિક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તીર્થકરે ઉપરાંત એમના શાસનદેવતા, યક્ષયક્ષિણીઓ તેમજ વિદ્યાદેવીઓની પૂજા પણ પ્રચલિત હતી.૫૪ આ સમયના લેખમાંથી પંચતીથી અને કાસગ્ગીય પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બાબત સપરિકર પંચતીથી–પ્રતિમાને તેમજ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી મૂતિઓની સૂચક છે. સપરિકર પ્રતિમાઓમાં મુખ્ય તીર્થંકરની પ્રતિમા યોગાસનવાળી બેઠેલી હોય છે. એમાંય મોટા ભાગની પ્રતિમાઓ પદ્માસન કે અધપદ્માસનવાળી બેઠેલી ધ્યાન મુદ્રાવાળી તેમજ મુખ પરના ભાવ અત્યંત નિર્મળ અને વીતરાગપૂર્ણ શરીર નગ્ન કે એક અધોવસ્ત્રથી આચ્છાદિત અને મસ્તક પર શિવેટનયુક્ત હોય છે. આદિનાથની પ્રતિમામાં વિખરાયેલ વાળની છૂટી લટ સ્કંદ પર બતાવવામાં આવે છે. કાત્સગ–અવસ્થામાં તીર્થકર ઊભા રહી તપ કરતા હોય એમ દર્શાવેલ હોય છે. એવી વીસ તીર્થંકર એકસરખી અવસ્થામાં મૂર્ત થતા હોવાથી એમની બધી જ પ્રતિમાઓ એકસરખા કલાવિન્યાસવાળી લાગે છે, આથી એમને ઓળખવા માટે નિર્ધારિત લાંછનો (ઓળખચિહ્નો) અંક્તિ કરવામાં આવે છે. જૈનમંદિરમાં એક કરતાં વધુ તીર્થંકરની પ્રતિમાઓ બેસાડી હોય છે. એમાંની મંદિરના ગર્ભાગારમાં બેસાડેલી પ્રતિમાને મૂળ નાયક તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાંથી જૈન તીર્થંકરની પ્રતિમા પરના અસંખ્ય લેખ પ્રાપ્ત થયા છે, પરંતુ એ પરથી જે તે તીર્થકરના મૂતિવિધાન વિશેની માહિતી પ્રાપ્ત થતી નથી, કારણ કે તેમાં અમુક તીર્થકરનું બિંબ ભરાવ્યું કે અમુકે મૂતિ કરાવી એવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમાંય પંચતીથી કે કાસગ્ગીયા જેવા ઉલેખે કવચિત જ મળે છે. આ કાલ દરમ્યાન પ્રાપ્ત જૈનપ્રતિમાઓ પૈકીના ૪૦૦ જેટલા લેખો જ્ઞાત થયા છે. આ પ્રતિમાઓનું સંખ્યામક વિશ્લેષણ નીચે મુજબ છે :
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy