SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન આ મંદિર ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહે બંધાવ્યું હતું, પરંતુ મંદિરનાં બધાં અંગે વિમલના સમયનાં નથી.૩૩ વિમલની હયાતી દરમ્યાન આ મંદિર આજના સ્વરૂપનું ન હતું. આ મંદિર હાલના સ્વરૂપમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, મંદિરને ફરતી બાવન દેવકુલિકાઓ, એની આગળ સ્તંભયુક્ત પડાળી, બલાનક, હસ્તિશાલા અને તોરણ ધરાવે છે. ૩૫ એમાં કુલ ૧૫૭ મંડપ અને ૧૨૧ સ્તંભ છે. આ સ્તંભોમાં ૩૦ સ્તંભ સુંદર કતરણીવાળા છે. આ મંદિરનો મૂળ પ્રાસાદ, ગર્ભગૃહ અને એની સાથે આવેલ ગૂઢમંડપ વગેરે મંત્રી વિમલના સમયમાં હોવાનું સ્પષ્ટ જણાય છે. આ ગર્ભગૃહ અને ગૂઢમંડપ અંદર તેમજ બહારની બાજુએથી તદ્દન સાદા છે, જ્યારે આગળની નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીમાંના સ્તંભ તથા છતા વગેરે સુંદર કોતરણીવાળાં છે. વિમલવસતિની સામે પૂર્વમાં હસ્તિશાળા આવેલી છે તેમાં સૌ-પ્રથમ અશ્વારૂઢ વિમલની પ્રતિમા આવેલી છે. આ હસ્તિશાળામાં પૃથ્વીપાલે એના પૂર્વજો અને વંશજોની પ્રતિમાઓ કરાવેલી હતી. વિ. સં. ૧૨૧૩ (ઈ.સ. ૧૧૫૬-૫૭)ના કુમારપાલના નાડોલના (રાજસ્થાન) શિલાલેખમાં મહાવીર અને અરિષ્ટનેમિના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. કુમારપાલના વિ. સં. ૧૨૧૫ (ઈ.સ. ૧૧૫૯)ના ગિરનારના શિલાલેખમાં ૩૭ ગિરનાર(જિ. જૂનાગઢ)ને નેમિનાથના મંદિરનું નિર્દેશ કરે છે. બૉર જિનાલય હોવાને કારણે ગુજરાતનું આ મહત્ત્વનું મંદિર ગણાય છે.૩૮ આ મંદિર પહેલાં લાકડાનું હતું. પાછળથી સિદ્ધરાજના સમયમાં એના મંત્રી સજજને પાષાણમાં બનાવ્યું હતું. આ મંદિર વિશાળ જગતી પર આવેલું છે. મંદિર ગભ ગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, મંડપ, રંગમંડપ, દેવકુલિકાઓ અને બલાનકનું બનેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શ્યામ પાષાણુની નેમિનાથની પ્રતિમા સ્થાપિત કરેલી છે. ભીમદેવ ૨ જાના સમયમાં વિ. સં. ૧૨૫(?) ના પાટણના શિલાલેખમાં મૂલવસહિકોને ઉલ્લેખ થયેલ છે. પ્રસ્તુત લેખમાં આ મંદિરને ઉલ્લેખ પાટણ (જિ. મહેસાણા)માં થયેલું છે. પાટણમાં આ સમયનાં અસંખ્ય મંદિર આવેલાં છે, આથી એમાં સ્પષ્ટ રીતે આ મંદિર અસ્તિત્વ ધરાવે છે કે કેમ એ કહેવું અઘરું છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy