SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન આ મંદિર ચોરવાડ (જિ. જૂનાગઢ)માં આવેલું કહેવાય છે. આ મંદિરને શ્રી કાંતિલાલ સોમપુરાએ જાગેશ્વર મહાદેવ તરીકે ઓળખાવ્યું છે, પરંતુ કે. કા. શાસ્ત્રીનું છેલ્લું મંતવ્ય એવું છે કે માંગરોળના બાગરકેટના જેલ દરવાજાથી કામનાથ મહાદેવના રસ્તે નજીકમાં આવેલા તળાવના દક્ષિણ કાંઠે હોવાની ઘણી શક્યતા છે. ૨૮ વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦-૫૧)ના કુમારપાલના ચિત્તોડગઢના શિલાલેખમાં સમિદ્ધિકર મંદિરને નિર્દેશ કરે છે. આ મંદિર ચિત્તોડગઢમાં આવેલું છે. - કુમારપાલના વિ. સં. ૧૨૦૩ (ઈ. સ. ૧૧૫–૫૧)ના ખંડોસણના શિલા લેખમાં હિંગળાજ માતાના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ખંડોસણ(તા. વિસનગર જિ મહેસાણા)માં આવેલું છે. આ મંદિરમાં ગર્ભગૃહ, મંડપ અને પ્રવેશકી છે. પ્રવેશમંડપના સ્તંભ ઘટપલ્લવ ઘાટના છે અને એના ઉપરની સંવરણે નાશ પામી છે. મંડોવરના ત્રણ બાજુના ગવાક્ષોમાં દેવીઓની મૂતિઓ કરેલી છે. . વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)ના કુમારપાલના પાલીના શિલાલેખમાં સોમનાથ મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિર રાજસ્થાનમાં (તા. પાલી, જિ. જોધપુરમાં આવેલું છે. . વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)ના કુમારપાલના બાલી શિલાલેખમાં બહસણદેવી અને અનુપમેશ્વર મંદિરનો નિર્દેશ થયેલ છે. આ મંદિર પણ રાજસ્થાનમાં તા. બાલી (જિ. જોધપુર)માં આવેલું છે. - - વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના કુમારપાલના કિરાના શિલાલેખમાં કિરાડ (તા. બાડમેર, જિ. જોધપુર)ના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર હાલ ખંડેર અવસ્થામાં છે. | મારપાલના વિ. સં. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪)ના ઉદેપુરના શિલાલેખમાં ઉદલેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. લેખમાં આ મંદિર ઉદેપુરમાં આવ્યું હોવાને નિર્દેશ થયેલ છે અને એ આજે પણ ત્યાં છે. વિ. સં. ૧૨૨૫ના (ઈ. સ. ૧૧૮૮-૬૯)ના કુમારપાલના જૂનાગઢના શિલાલેખમાં આનંદનગર (વડનગર)માં બે શિવાલય બંધાવ્યાને નિર્દેશ થયેલ છે. કુમારપાલના વિ. સં. ૧૦૨૫ના (ઈ. સ. ૧૧૬૯) પ્રભાસપાટણના શિલાલેખમાં તેમનાથના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ લેખ ભદ્રકાલીના મંદિરમાં
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy