SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૨) જળાશ : . વાસ્તુગ્રંથોમાં પુર કે નગરની રચનાની સાથે જળાશયોની વ્યવસ્થાના પણ ઉલ્લેખ થયેલા નજરે પડે છે. આ ઉપરાંત જળાશયના અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટે વિશેનું નિરૂપણ પણ જોવામાં આવે છે. ચારે બાજુએ બાંધેલા સવરને મુખ્યત્વે જળાશય કહેવામાં આવે છે. આ સાથે ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંની રચનાવાળા કુંડ અને વિશિષ્ટ પ્રકારની રચનાવાળી વાવે અગત્યનું સ્થાન ધરાવે છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં કેટલાંક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયેની વિગતે મળી આવે છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે ખેંચવાળું છે અને તેથી અહીં વિપુલ પ્રમાણમાં જળાશય બધાયાં હેવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ૧૧ (ક) સરેવર : સિદ્ધરાજ જ્યસિંહના વિ. સં. ૧૧૫ (ઈ.સ. ૧૧૩૯)ના અરસા શિલાલેખમાં એ રાજાએ સરેવર કરાવ્યાને ઉલ્લેખ થયેલું છે. મુનિ જિનવિજ્યજી અને રામલાલ મોદી આ બન્ને વિદ્વાનોએ આ સરોવરને સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ સરેવર હોવાનું જણાવ્યું છે. (ખ) વાવ : નાગરિક સ્થાપત્યમાં વાવનું સ્થાન સવિશેષ છે. ચૌલુક્યકાલ દરમ્યાન જાહેર વેપારમાર્ગો ઉપર મુસાફરોની સગવડ ખાતર છેક નીચે પાણી સુધી જઈને હાથપગ ધોવા, નાહવા તેમજ જરૂરી પાણી લેવા માટે વાવ બંધાવવામાં આવતી હતી. વાવની રચના લંબચોરસ હોય છે અને એક છેડે ક હોય છે. આ કૂવાની સામેના છેડેથી પાણીની સપાટી તરફ નીચે ઊતરવાનાં પગથિયાં હોય છે. આમ વાવ એટલે પગથિયાંવાળે કુવો (સીIિ). આ વાવ પથ્થરથી બનાવવામાં આવતી. કેટલીક વાવ સાદી હોય છે, જ્યારે કેટલીક વા અલંકૃત કરેલી હોય છે. કૂવાના પાણીની સપાટીએ પહોંચવા માટે વાવમાં ત્રણ, પાંચ કે સાત મજલાઓની યેજના પણ કરવામાં આવેલી હોય છે. આ કાલ દરમ્યાન અસંખ્ય વાવનું નિર્માણ થયું હતું, પરંતુ એના આમિલેખિક પુરાવા બહુ જૂજ મળે છે. આ સમયની ગુજરાતમાં જે સુંદર અને અલંકૃત વા જળવાઈ રહી છે તેમાં પાટણની રાણકી વાવ સમગ્ર ગુજરાતના જ નહિ, પણ સમગ્ર ભારતમાંના આ પ્રકારના સ્થાપત્યમાં સર્વોત્તમ જણાય છે. આ વાવ ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતિએ બંધાવી હતી. આ વાવની તાજેતરની
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy