SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌલુકાકાલીન અભિલેખો પ્રાસ્તાવિક વિશ્લેષણ પતરાં પર એક બાજુએ કોતરાયેલાં મળે છે. માપની દૃષ્ટિએ ભીમદેવ–૧ લાનું વિ. સં. ૧૦૮૬ નું તામ્રપત્ર સૌથી નાનું ૧૦.૧૬ ૪ ૭.૬૨ સે. મી.નું છે, જ્યારે સહુથી મોટું તામ્રપત્ર અભિનવ સિદ્ધરાજનું વિ. સં. ૧૨૮૦ નું છે, જેનું માપ ૩૮.૧ ૪૩૫.૮૬ સે.મી. નું મળે છે. આ કદનું તામ્રપત્ર ભીમદેવ–૨ જાનું વિ. સં. ૧૨૮૭ નું પણ મળે છે.૧૮ તે પરથી એમ લાગે છે કે શરૂઆતમાં લખાણ ટૂકે હાઈ તામ્રપત્ર નાનાં હતાં. ધીમે ધીમે લખાણ વધતાં તેમનું કદ પણ વધતું ગયું. (૫) ભાષા આ કાલ દરમ્યાન મોટા ભાગના અભિલેખો સંસ્કૃત ભાષામાં લખાયા છે, જ્યારે ચેડા અરબી-ફારસી ભાષામાં પણ લખાયા છે. ઉપલબ્ધ સંસ્કૃત અભિલેખો પૈકી કેટલાક પદ્યમાં,૨૨ કેટલાક ગદ્યમાં ૩ અને કેટલાક ગદ્ય તેમજ પદ્ય એમ ઉભય રીતે લખાયેલા જોવા મળે છે.૨૪ આ અભિલેખોમાં પ્રજાયેલ ગદ્ય સામાન્ય પ્રકારનું છે અને તે સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે. અલબત્ત, કઈ કઈ વાર સમાસ-બાહુલ્ય ધરાવતાં ગદ્ય લખાણેનું આલંકારિક સ્વરૂપ પણ મળી આવે છે.૨૫ અભિલેખની ભાષામાં બેલચાલની લઢણ અનુસાર કેટલીક વિલક્ષણતાઓ વરતાય છે. તેનાં કેટલાંક દૃષ્ટાંત અત્રે પ્રસ્તુત છે: (૧) લેખન પદ્ધતિમાં વાને માટે વ પ્રયોજેલો છે. દંતસ્થાની ઉષ્માક્ષર ઘણીવાર તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉષ્માક્ષર દંતસ્થાની ઉષ્માક્ષર માટે વાપરવામાં આવેલ હોય છે.૨૬ (ર) કેટલીકવાર શબ્દોને નાન્યતર જાતિમાં વાપરવામાં આવતા હોય છે. - જેમ કે અજયપાલના વિ. સં. ૧૨૯ ના લેખમાં ગ્રામ શબ્દ બધી જગ્યાએ નાન્યતર જાતિમાં વપરાયેલ નજરે પડે છે.૨૦ (૩) કેટલાક લેખોમાં વ્યંજને તેમજ તાલવ્ય શબ્દોને બેવડાવવામાં આવેલા છે. જેમ કે કુમારપાલના વિ. સં. ૧૨૧૩ના લેખમાં વ્યંજન ને બેવડાવ્યું છે. ૨૯ (૪) સંયુક્તાક્ષરમાં “” પછી આવતા વ્યંજનને બેવડાવવાને વિકલ્પ ખૂબ પ્રચલિત હેવાનું જણાય છે જેમ કે અશ્વેિત, ધર્મ, સુર્ય, વગેરે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy