SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૧૯ (૫) શક સવંત ૯૭૨ (ઈ. સ. ૧૦૫૦-૫૧)નું ત્રિલેચનપાલનું સુરતનું તામ્રપત્ર (૬) શક સંવત ૯૭૫ (ઈ. સ. ૧૦૫૪)નું વૈજલદેવનું ચિંચણીનું તામ્રપત્ર (૭) શક સંવત ૯૯૬ (ઈ. સ. ૧૦૭૪)નું કર્ણદેવ ૧ લાનું નવસારીનું તામ્રપત્ર (૮) શક સંવત ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭)નું ત્રિવિક્રમપાલનું મોડાસાનું તામ્રપત્ર | વિક્રમ સંવતની સરખામણીએ આ સંવત ગુજરાતમાં સળંગ સંવત તરીકે કાઈમક ક્ષત્રપ રાજાઓના લેખોમાં વહેલે વાપરવાનું શરૂ થયો હતો. આ સંવત વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે પ્રચલિત થયું હતું. વર્તમાન રાષ્ટ્રિય પંચાગમાં પણ આ સંવત અપનાવાય છે. શક સંવતનાં વર્ષ ચૈત્રાદિ ગણવામાં આવે છે. એના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં અમાન્ત છે. ચૈત્રાદિ વિક્રમ સંવતના વર્ષ કરતાં શક સંવતનું વર્ષ ૧૩૫ વર્ષ મોડું હોય છે આથી વિક્રમ સંવતના ચૈત્રાદિ વર્ષમાંથી ૧૩૫ વર્ષ બાદ કરતાં શક વર્ષ આવે છે, કાન્નિકાદિ વિક્રમ સંવતના વર્ષમાંથી કાત્તિકથી ફાલ્ગન સુધીમાં ૧૩૫ અને ચૈત્રથી આધિન સુધીમાં ૧૩૪ બાદ કરતાં શક સંવતનું વર્ષ આવે છે. શક વર્ષ અને ઈ. સ.ના વર્ષ વચ્ચેના તફાવતની બાબતમાં ચૈત્ર સુદ ૧ થી ડિસેમ્બરની ૩૧મી સુધી શેક વર્ષમાં ૭૮ અને એ પછી છેલ્લા બે ત્રણ માસ દરમ્યાન ૭૯ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. વલભી સંવત : આ કાલના ચાર જ અભિલેખમાં વલભી સંવતનાં વર્ષો અપાયાં છે ? (૧) જૂનાગઢના ભૂતનાથના મંદિરમાંના કુમારપાલના સમયના વલભી સં. ૮૫૦ (ઈ. સ. ૧૬૯)ના (૨) એના જ સમયના પ્રભાસપાટણના ભદ્રકાળીના મંદિરની દીવાલના વ. સં. ૮પપ ના (૩) વિ. સં. ૯૪૫ ના વેરાવળ હરસિદ્ધિ માતાના મંદિમાંના અને (૪) ભીમદેવ ર જાના સમયમાં માંગરોળથી પાંચ કિ.મી. ઉપર આવેલા ઢેલાણું ગામ નજીકના કામનાથ મહાદેવમાંના વલભી સં. ૯૫૫ (ઈ. સ. ૧૨૩૦)ના ઓરસિયાના લેખમાં. ગુજરાતમાં સ્કંદગુપ્તના મૃત્યુ (લગભગ ઈ. સ. ૪૬૭-૬૮) પછી વલભીના મૈત્રકોની સત્તા પ્રવર્તતી હતી. આ વંશનાં તામ્રશાસનમાં નામનિદેશ વગરના સંવતનાં વર્ષ ૧૮૩ થી ૪૪૭ આપેલાં છે. આ સંવત અને અનુમૈત્રકકાલ દરમ્યાન “વલભી સંવત” તરીકે ઓળખાવેલ સંવત એક જ સંવત છે. વલભી સંવત એ ગુપ્ત સંવતનું રૂપાંતર છે. -
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy