SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ગુજરાતના ચીલુથકોર્લીન અભિલેખો : એક અધ્યયન સારી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંના દરેક લેખમાં દાન લેનાર બ્રાહ્મણનું નામ, એના પિતાનું નામ, એનું નેત્ર, એની વેદશાખા, એનું નિવાસસ્થાન તેમજ મૂળ સ્થાન (વતન) જર્ણવવામાં આવે છે. બ્રાહ્મણોનાં નામ મુખ્યત્વે શિવ, વિષ્ણુ, સૂર્ય, ઈન્દ્ર વગેરે દેવતાઓનાં નામ પરથી પાડવામાં આવતાં અને એમાં નામને અંતે ઈશ્વર, દેવ, ભૂતિ, શર્મા વગેરે ઉપપદ લગાડવામાં આવતાં હતાં. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં મુખ્યત્વે શ્રીગેડ, રાયકવાલ, મેવાડા, મેઢ, ગૂગળી, શ્રીમાળી, નાગર, ઉદીચ વગેરે મળે છે. એમનાં નેત્રોમાં કૃષ્ણાય, વત્સ, ચપલ, મૈત્રેય, કૌરુષ, ગાર્મે, કુશિક, બાદરાયણ, શાંડિલ્ય, મનગર, હારીત, ગૌતમ, ભારદ્વાજ, ઉપમન્યુ, પરાશર, વૈજપાય, માંડવ્ય વગેરેના નિર્દેશ મળે છે.૩૭ (૭) પંચમહાયો : બ્રાહ્મણોને ભૂમિદાન આપવાને હેતુ એ હતો કે એઓ પંચમહાયોની ક્રિયાઓ નિયમિત સંપાદિત કરી શકે એ માટે દાન દ્વારા એઓને કાયમી આવકનું સાધન કરી આપવામાં આવતું. આ પરથી ચૌલુક્યકાલીન બ્રાહ્મણ પંચમહાયની ક્રિયાઓ નિયમિત કરતા હોવાનું પ્રતીત થાય છે. આ ધાર્મિક કિયાઓ ગૃહસ્થજીવનની દૈનિક ક્રિયાઓ ગણાતી. પ્રસ્તુત કાલ દરમ્યાન આવા યોની પ્રથા હોય એવું અભિલેખેને આધારે સ્પષ્ટ જણાતું નથી એમ છતાં પણ મોટાં નગરોમાં તેમજ ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં આ પ્રથા હેય એમ જણાય છે; જેમકે કુમારપાલના સમયના વડનગરમાંથી મળેલા પ્રશસ્તિલેખમાં જણુવ્યું છે કે “દિજ વર્ગના અવિરત હોમના અગ્નિના ધુમાડાથી અંધાપાને પામેલે કલિયુગ એ નગરની સમીપ આવી શકતા નથી.”૩૮ એ બાબત નિયમિત અને દરરોજ યાજ્ઞિક કાર્યો થતાં હોવાનું સૂચવે છે. આવી ક્યિા બ્રાહ્મણો માટે નિયમિત દાનની આવકથી જ સંભવી શકે. આ બાબત એમ સૂચવે છે કે બ્રાહ્મણ નિયમિત અગ્નિહોમ કરતા હોવા જોઈએ. બીજા પણ વૈશ્વદેવાદિ આદુનિક ય કરતા હશે. દેવદેય તરીકે આપેલાં ધમદાન દેવાલયને અર્પણ કરવામાં આવતાં હતાં. દેવાલય માટે દાનશાસનમાં જુદા જુદા શબ્દ પ્રયોજેલા જણાય છે. જેવા કે લેવા , પ્રાસાઢ, મંદિર વગેરે. (૮) ધર્મપરતા ? ચૌલુક્ય વંશના રાજવીઓ શૈવધર્મી હતા અને આ કારણસર શૈવધર્મનાં દેવાલયોને એ રાજાઓ તરફથી દાન આપ્યા અંગેની વિગતે વધુ પ્રાપ્ત થાય છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy