SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌલુક્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ મુનિ જિનવિજયજી, રતિલાલ ડી. દેસાઈ, રામકર્ણ પંડિત, રામસિંહ રાઠોડ, વજેશંકર ઓઝા, વી. એસ. સુકથંકર અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, વગેરે. આ અભિલેખો પૈકીના ઐતિહાસિક અભિલેખને સંગ્રહ “ગુજરાતના ઐતિહાસિક અભિલેખે”માં શ્રી ગિરજાશંકર વલ્લભજી આચાયે કરેલ છે. આ કાલના લેખોની “સૂચિ” પણ ગુજરાત ઈતિહાસ પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવી છે. શ્રી અશોક મજુમદારે આ અભિલેખોની વાચનાને ઉપયોગ કરીને “The Chaulukyas of Gujarat” નામે પુસ્તક રચ્યું છે. દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં અને શ્રી રસિકલાલ છો. પરીખે “કાવ્યાનુશાસન”ની પ્રસ્તાવના રૂપે આપેલ ગુજરાતના ઇતિહાસમાં તેને કેટલાક ઉપયોગ કર્યો છે. વળી સોલંકી કાલને લગતા “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ ૪ તેમજ શ્રી નવીનચંદ્ર આચાર્યો એ નામે લખેલ ઇતિહાસમાં એમને ઉપયોગ થયો છે, પરંતુ આ બધા ગ્રંથમાં અભિલેખોને સર્વાગી ઉપયોગી થયો નથી. એમાં ઘણું કરીને ચૌલુક્યો ઇતિહાસ પર વધુ ઝોક અપાય છે અને તેમાં સાહિત્યિક સાધનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ અભિલેખોને તેના પૂરક તરીકે ઉપયોગ વિશેષ થયો છે. અહીં આ અભિલેખોને સર્વાગી અભ્યાસ કરી તેમાં જરૂર પડે આનુષંગિકપણે સાહિત્યિક સામગ્રીને ઉપયોગ કર્યો છે. (૩) અભિલેખેનું વગીકરણ આ સમયની અભિલેખેનું સામાન્ય વર્ગીકરણ કરતાં એમાં કુલ ૬૪૪ અભિલેખ પ્રાપ્ત થાય છે. આમાં શિલાલેખો ૨૩૫ અને પ્રતિમાલેખ ૪૦૦ નો સમાવેશ થાય છે. ર૩૫ શિલાલેખો પૈકી ૧૮૨ લેખે શિલા પર અને પ૩ જેટલા તામ્રપત્રો પર લખાયેલા મળે છે, જ્યારે ૪૦૯ પ્રતિમાલેખમાંથી ૩૩૪ લેખો પાષાણ પ્રતિમાઓ પર કોતરેલા છે, જયારે ૫ લેખ ધાતુ-પ્રતિમાઓ પર કતરેલા જેવા મળે છે. અહીં આ વગીકરણને આધારે બે મુદ્દાઓ વિશેષ સેંધપાત્ર બને છે : ચૌલુક્ય કાલમાં પાષાણ પ્રતિમાઓ પર છેતરાયેલા લેખોની સંખ્યા વધુ છે અને ધાતુ પર પ્રતિમાલેખોની સંખ્યા લગભગ પાંચમા ભાગની છે. એ પરથી એ કાળે પાષાણુ પ્રતિમા કરાવવાનું વલણ વિશેષ પ્રવર્તતું જણાય છે. સમય જતાં ધાતુ પ્રતિમાઓ કરાવવાનું વલણ વધતું જાય છે અને ધાતુ પ્રતિમાઓની સંખ્યા પાષાણ પ્રતિમાઓ કરતાં પણ વધી જતી હોવાનું નજરે પડે છે.'
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy