SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૧૮૧ અને પછી કંસાર એ પ્રમાણે કોતરતે. આ રીતે તૈયાર થતાં તામ્રશાસનની આ પ્રત દાન લેનારની પાસે કાયમ રહેતી. લેખનદ્રવ્યતાંબાના ટકાઉપણાને લઈને ૧૮ દાનને પ્રતિગ્રહીત પોતે અને પિતાના વંશજોને દાન પરના પિતાના અધિકારના આધાર–લેખ તરીકે એ કાયમ માટે કામ લાગતી. ચૌલુકથકાલીન દાનશાસનમાં તામ્રપત્રોની કડીના સાંધા પર રાજમુદ્રા જોવા મળતી નથી. અલબત્ત, એથી એની વિશ્વસનીયતા ઘટતી નથી. (૩) પૂધમ ધર્મશાસ્ત્રના ગ્રંથમાં પરમાર્થધમને પૂધમ૧૯ કહે છે. આ પૂર્વધર્મ એટલે દેવાલય, વાપી, કૂવા, તડાગ વગેરે લેકે પયગી બાંધકામ કરાવવાં તેમજ સત્રાગર, ધર્મશાળા, પાઠશાળા વગેરે ધમદાય(ધર્માદા)ની સંસ્થાઓ કરાવવી. ' સાધારણ રીતે ભૂમિદાનને અધિકાર લગભગ રાજકુળને જ રહેતો હતો, પરંતુ પૂર્ત દાન કરવાને અધિકાર લગભગ રાજકુળને જ રહે. ભૂમિદાનનો લાભ ઘણુ કરીને બ્રાહ્મણ, પાઠશાળાઓ તેમજ ધર્મશાળાઓ, દેવાલયોને જ મળતું હતું, જ્યારે પૂર્તદાનને લાભ સાર્વજનિક રહેતું, આથી પૂર્તદાનને ઘણે મહિમા પ્રવર્યો હતે. આ પ્રકારના દાનને ચૌલુક્યકાલમાં ઘણું પ્રોત્સાહન મળતું જણાય છે. પ્રા તેમજ રાજ બંનેએ એમાં ખૂબ રસ દાખવ્યું હોવાનું નીચેના વિવરણ પરથી ફલિત થાય છે. (૪) પૂતકાર્યોની સમીક્ષા : ચૌલુકથકાલ દરમ્યાન પૃધમ વિકાસ આ કાલના આરંભથી થત વરતાય છે. કર્ણદેવ ૧ લાના વિ.સં. ૧૧૪૮ના દાનપત્રમાં ૨૦ સૂણુક (જિ. મહેસાણું)ના સરેવરના નિભાવ માટે આનંદપુર વિષયનાં ૧૨૬ ગામોને વહીવટી એકમરૂપ લધુડાભી ગામને એક ટુકડો દાનમાં આપ્યાનું નોંધાયું છે. સાધારણ રીતે સરેવરના નિભાવ માટે દાન અપાયાનું જાણવા મળતું નથી. એમ બને કે સૂણુક જે મહામંદિર (આશરે ૧૧મી સદીના પૂર્વાધ પછીનું)3 આવેલું છે, તે પરથી સૂણુક અગત્યનું તીર્થ ગણાતું હોય અને આસપાસના લેકે મોટી સંખ્યામાં આવતા હોય તેથી ત્યાં ઠક્કર મહાદેવે સાર્વજનિક ઉપગ માટે મંદિર બાંધાવ્યું હોય અને એની સમીપના સાવરને ફરતા ઘાટ (પગથિયા સાથે) મંડપ કે મંડપિકાઓ તથા સંભવતઃ દેવાલય કે દેવકુલિકાએ કરાવી હોય. આ નિત્ય વપરાતા સ્થાનના નિભાવ માટે લોક પાસેથી લાગા લેવામાં આવતા; એમ છતાં એના નિભાવ માટે કાયમી ઊપજ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy