SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ધામિક સ્થિતિ ૧૭૯ ભાગમાં લેખ કોતરનાર તથા મહાસાંધિવિગ્રહક વગેરેનાં નામેાના પણ ઉલ્લેખ કરવામાં આવતા. લેખના અંતે રાજાના હસ્તાક્ષર પણ કરાતા. ચૌલુકયકાલનાં દાનયાસનાની સૌથી નોંધપાત્ર વાત એ છે કે કેટલાંક દાનશાસનામાં રાજાના હસ્તાક્ષર આપવામાં આવેલ નથી૧૫ અને છતાં એ દાનશાસન ઉપયોગમાં લેવાયેલુ સ્પષ્ટ જણાય છે. આ બાબત વિશે હજી વિદ્રાનાનુ ધ્યાન ગયું નથી.૧૬ દાનનું સોાધન મુખ્યત્વે લાગતાવળગતા અધિકારીએ તેમજ સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું. રાજા પોતે આપેલા દાનપત્રને જિંદગીપર્યંત ચાલુ રાખે એ વાસ્તવિક છે, પરંતુ પછી આવનાર રાજવીઓ એ દાનને માન્ય રાખશે કે કેમ એવી શંકા ઉપસ્થિત રહેતી હતી, આથી આપેલા ઘનને અનુમાદન આપવા માટે આગ્રહ રાખવામાં આવતા અને એને આગામી ભદ્ર નૃપતિઓની નૈતિક ફરજ માનવામાં આવતી હતી. આ અનુરોધમાં પોતાના દાનશાસનના ભંગ કરનારને અથવા કરવા દેનારને પચમહાપાતકો ને ઉપપાતકો લાગશે એવા ધાર્મિક ભય બતાવવામાં આવતા હતા. પૂવી' મૈત્રક અને અનુમૈત્રક કાલનાં દાનશાસનોની જેમ, ચૌલુકયકાલીન દાનશાસનેામાં પણ દાનથી અને દાનના અનુપાલનથી પ્રાપ્ત થતા પુણ્યને લાગતા તેમજ આપેલા દાનનેા ભંગ કરનારને લાગતા પાપને લગતા બ્લેક ટાંકવામાં આવેલા છે. ઉપલબ્ધ દાનશાસનેમાં નીચે પ્રમાણેના શ્લોકો જોવા મળે છે : षष्टिं वर्षसहस्राणि स्वर्गे मादति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेतू ॥ (અ. સૂચી નં. ૬, ૧૨, ૧૦૩) સ્વ`માં વસે છે અને આપેલી ભૂમિ (ભૂમિદાતા સાઠ હજાર વર્ષો સુધી છીનવી લેનાર એટલાં જ વર્ષ સુધી નરકમાં જાય છે.) यानीह दत्तानि पुरा नरेन्द्रर्दानानि धर्मार्थ यशस्कराणि । निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ (અ. સૂચી નં. ૬) (અગાઉ રાજાએ ધર્મ, અર્થ અને યશ દેનારાં જે દાન અહીં આપેલાં હોય તે નિર્માલ્ય જેવાં દાનાને કયા સતપુરુષ પાછું લઈ લે?) बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगर!दिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् ॥
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy