SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૦. સમીક્ષા : પ્રાપ્ય માહિતીના આધારે આ કાલના સામાજિક આચારવિચારનું જે નિરૂપણ થયેલું જોવા મળે છે તે પરથી એમાં એકંદરે સમાજની સંસ્કારિતાનું દર્શન થાય છે. અભિલેખેને આધારે એ કાલના રાજાઓની તેમજ પ્રજાજનોની વિદ્યા સંસ્કારિતા અને સમૃદ્ધિનું દર્શન થાય છે. આ સમયની પ્રજા વધુ ધાર્મિક હતી એમ આ સમય દરમ્યાન થયેલાં પૂર્ણ કાર્યોને આધારે જાણી શકાય છે. સમાજમાં ધામિક પર્વે અને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવતા હતા. આ કાલને સમાજ એના બંધારણીય માળખાના સંદર્ભમાં જોતાં વધુ સંકુચિત બનીને જ્ઞાતિવાડાના વિભાગોમાં વિભક્ત થયા હતા. આ સમયના જે અરબી-ફારસી અભિલેખે ઉપલબ્ધ થયા છે તે પરથી મુસલમાની વસ્તી ભરૂચ, ખંભાત, ઘોઘા, ભદ્રેશ્વર, પેટલાદ, રાંદેર, કર્ણાવતી (અમદાવાદ) વગેરે જગ્યાએ હોવાનું કહી શકાય. અલબત્ત, એના સમાજ કે સામાજિક સ્થિતિ વિશે અભિલેખોમાંથી કઈ જાણકારી મળતી નથી. ૨૪ م પાદટીપ ૧. મુસ્લિમ અભિલેખ માટે જુઓ અલગ પરિશિષ્ટ. ૨. અ. નં. ૧૦ ૩. અ. નં. ૧૭ ૪. અ. નં. ૧ ૫. અ. નં. ૧ ૬. અ. નં. ૧૪– ૭. અ. નં. ૮-એ અ. નં. ૧૦ ૯. અ. ન. ૮૨ ૧૦. અ. નં. ૭ ૧૧. અ. નં. ૧૧૧ ૧૨. અ. નં. ૫૭ ૧૩. અ. નં. ૧૦૧ ૧૪. “ગુ. રા. સાં. ઈ.” ગ્રં. ૪, પૃ. ૨૩૦ ૧૫. અ. નં. ૧૧૦, ૧૩૧ ૧૬. અ. નં. ૧૮૫ ૧૭. અ. નં. ૬, ૭, ૯, ૧૦, ૧૭, ૧૮, ૧૯, ૨૧. ૧૮. શાસ્ત્રી દુ. કે, “ગુ. મ. રા. ઇ.,” પૃ. ૧૭૬ ૧૯. “એ. ઈ.” છે. ૧, પૃ. ૧૫૬-૫૭ ૨૦. જુઓ “નાગર બ્રાહ્મણના જ્ઞાતિભેદો,” પૃ. ૫૯-૬૧ ૨૧. ડે. ર. ના. મહેતાને મતે સાઠોદરા નાગનું આગમન ૧૫–૧૬ મી સદી પહેલાં પુરવાર થતું નથી. જુઓ “નાગર ખંડ–સમયાંકન, “સ્વાધ્યાય,” પુ. ૭ (ઈ. સ. ૧૯૭૦), પૃ. ૧૪૧
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy