SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ગુજરાતના ચૌલુકયકાલીને અભિલેખે : એક અધ્યયન શૈવધર્મના સાધુઓનાં નામોને અંતે ઘણું કરીને “રશિ” ઉપપદ પ્રયોજવામાં આવતું, જેવું કે વેદગભરાશિ, કેદારરાશિ, વાકલાશિ, ષ્ઠરાશિ, યોગેશ્વરરાશિ. મીન રાશિ, દુર્વાસરાશિ વગેરે. આ કાલ દરમ્યાન જૈનધર્મના સાધુ આચાર્યોના નામને અંતે “સૂરિ” ઉપપદ પ્રજાતું નજરે પડે છે, જેવું કે, દેવસૂરિ, હરિભદ્રસૂરિ, વિજ્યદેવસૂરિ, યશોભદ્રસૂરિ, શાંતિસૂરિ, સર્વદેવસૂરિ, વિજ્યસેનસૂરિ વગેરે. ચૌલુક્યકાલીન સ્ત્રીઓનાં નામોની સાથે “દેવી” ઉપપદ પ્રયોજવામાં આવતું હતું, જેવું કે પ્રેમલદેવી, મહાદેવી, સૌભાગ્યદેવી, વલાદેવી, સલખણદેવી, પ્રતાપદેવી, સુહડાદેવી, કપૂરેદેવી, ગિરિજાદેવી વગેરે. - પુરષોનાં નામની પાછળ બીજા પણ કેટલાંક ઉપપદ પ્રજાતાં હતાં, જેવાં કે એ પાલ, ચંદ્ર, નાથ, દત્ત, કુમાર, વર્મા, સેન, પ્રભ, વીર, ભદ્ર, મલ, શરણુ, શેખર, સ્વામી” વગેરે. ઉપર્યુક્ત નામોના આધારે નીચે પ્રમાણે તારણ કાઢી શકાય? (૧) ચૌલુક્યકાલ દરમ્યાન પ્રચલિત મનુષ્યનામે પ્રજાની ધર્મભાવનાને દર્શાવે છે, જુદા જુદા ધર્મો–સંપ્રદાયે પાળતી પ્રજા પોતપોતાનાં દેવ-દેવીઓ તથા પૌરાણિક પાત્રો પરથી નામ પાડતી હતી. (૨) નામ પાડવા માટેના વિષયનું વૈવિધ્ય હતું. (૩) બ્રાહ્મણ તથા ક્ષત્રિય નામોમાં પરિવર્તન જણાતું નથી. (૪) બ્રાહ્મણનાં મનુષ્યનામેનું સંખ્યા પ્રમાણ ઘટતું જણાય છે, જે સમાજમાં એમના ઘટેલા મહત્વને લઈને સંભવે છે. (૫) વણિકોનાં નામોમાં ઘણી વૃદ્ધિ થયેલી જણ્ય છે, જે હકીક્ત સમાજમાં વાણિકના વધેલા વર્ચસનાં દ્યોતક હોઈ શકે. (૬) ચૌલુક્યકાલીન ગુજરાતનાં સ્ત્રી-પુરુષનાં મનુષ્યનામોમાં દક્ષિણના કન્નડ તથા દ્રાવિડ પ્રદેશની અસર હજી પણ ક્યાંક ક્યાંક વરતાય છે. ૪. સ્થળના ચીલેકકાલના લેખોમાં આવતાં સ્થળનામે તપાસતાં જણાય છે કે આમાં પણ મનુષ્યના જેવી વિવિધતા વરતાય છે. આ સ્થળનામેનું વિષયવાર વગીકરણ કરતાં એમાંથી નીચે પ્રમાણેની માહિતી ઉપલબ્ધ થાય છે :
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy