SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન નાણાં, વ્યાજ ઉપરાંત વસ્તુવિનિમયની પ્રથા પણ આ સમય દરમ્યાન ચાલુ રહી હશે, કારણ કે આભિલેખિક પુરાવા જોતાં જણાય છે કે રાજ્ય તરફથી જે લાગા કે કર લેવામાં આવતા હતા તેમાં વસ્તુની સાથે વસ્તુ લીધેલી હોવાના. ઉલ્લેખે પણ જણાય છે; જેમકે વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના લેખના ૬૩ ઉલ્લેખ પ્રમાણે રૂ, કેસર, ગૂંદ, ઊન વગેરેના ભારે દસ પલ ભરીને આપી શકાય. અને રાળ વગેરેના એક દ્રોણે એક માણુક આપવાનું કહ્યું છે. સાહિત્યમાં પણ આવા ઉલ્લેખ થયેલા જોવા મળે છે. “યાશ્રયમાં જણાવ્યા પ્રમાણે ધાન્યના બે દ્રોણથી ૬ આખલા અને ઊનના સે કામળાથી એક ઘડી. ખરીદી શકાતી હતી, વગેરે.૬૪ (૮) સમીક્ષા : ઉપયુક્ત માહિતીના આધારે સ્પષ્ટ કહી શકાય કે ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતનું અર્થતંત્ર બરાબર ગોઠવાયેલું હતું. અભિલેખમાં જણાવેલ મંદિરે કરાવવાં, બ્રાહ્મણોને ભૂમિદાન આપવાં વગેરે તેમજ કરવેરાનું માળખું જોતાં ગુજરાતની આબાદી વધી હોવાનું પ્રતીત થાય છે. અલબત્ત, અભિલેખમાંથી. ચૌલુકયોની આર્થિક સ્થિતિ વિશે પ્રાસંગિક માહિતી મળે છે, જે તત્કાલીન, સાહિત્યિક ઉલ્લેખને ભારે સમર્થક બને છે જ. પાદટીપ ૧. શાસ્ત્રી દુ. કે., “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ”, પૃ. ૫૧૧. ૨. સરકાર, ડી. સી. “ઈન્ડિયન એપિગ્રાફી”, પૃ. ૧૨૪ ૩. અ. નં. ૧૦ ૪. સાલેર, આર. એન., “લાઈફ ઈન ધ ગુપ્ત એજ', પૃ. ૩૫૯ . ૫. એજન, પૃ. ૪૬૦ પર ઉદ્ધત ૬. સરકાર, ડી. સી., ઉપયુક્ત, પૃ. ૧૨૫ ૭. સાંડેસરા ભો. જે. “મધ્યકાલીન ગુજરાતનાં તેલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી”, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૨ મું સાહિત્ય સંમેલન, ઇતિહાસ વિભાગ, પૃ. ૩૯ થી ૪૪ જર્નલ ઓફ ધ ન્યુમિન્મેટિક સેસાયટી ઓફ ઈડ્યિા ”, પુ. ૮, પૃ. ૧૭૮
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy