SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ ૧૪૩ આકૃતિ હતી.૪૦ “વિમલશાહને પિતા ચૌલુકય રાજવીઓની ટંકશાળ ઉપરી હતું. આ વિગત “ચંદ્રપ્રભચરિત”ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે, જ્યારે માલની ટંકશાળ વિશે અનેક આધારભૂત ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.૪૧ ચૌલુક્યકાલીન અભિલેખમાં પણ ચલણી સિકકાઓના ઉલ્લેખો મળે છે; જેમકે હસ્તિકડીના ધવલના વિ. સં. ૧૦૩૫ ના બીજાપુરના લેખમાં કેટલાંક ચલણી નાણુ ઉલ્લેખ થયેલું છે. આ લેખમાં રૂપક, કર્ણ, વિપક વગેરેને ઉલ્લેખ થયેલ છે. વિ. સં. ૧૧૪૦ના એક તામ્રપત્રમાં રવિપક, ૧૮ રૂપક અને ૩ રૂપક વગેરનો ઉલ્લેખ જોવા મળે છે.૪૩ વિ. સં. ૧૧૪૮ ના લેખમાં સરેવરના નિભાવ અથે રાજ્ય તરફથી ભાગ, ઉપભોગ, કર અને “સુવર્ણ લેવામાં આવતાં હતાં એવા ઉલ્લેખ છે. આમાં “સુવર્ણ” એ સ્પષ્ટતઃ સિક્કાનું નામ લાગે છે.૪૪ માંગરોળની ઢળી વાવના વિ. સં. ૧૨૦૨ ના લેખમાં મંદિરના નિભાવ માટે લોકો પાસેથી વિવિધ કાર રાજ્ય તરફથી લેવામાં આવતા હતા તેમાં કાપણું, કમ્મ અને રૂપકના ઉલ્લેખ કરેલા છે. કુમારપાલના વિ. સં. ૧૨૧૩ ના લેખમાં ઉલ્લિખિત બદરી માંડવીની ઊપજમાંથી રોજના ૧ રૂપકનું દાન ત્રણ જૈન મંદિરને આપવામાં આવ્યું હતું. વિ. સં. ૧૨૩૫ ના લેખમાં પણ વિપક શબ્દને ઉલ્લેખ થયેલ છે.૪૦ ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૪ ના લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાને મંત્રી શ્રીકરણ સમસ્ત મુદ્રા-વ્યાપાર (મુદ્રા-વ્યવહાર) ચલાવતું હતું. આ ઉપરાંત એમાં “શ્મ”ને ઉલ્લેખ પણ કરેલ છે.૪૮ વિ. સં. ૧૨૮૮ ના લેખમાં પણ કમ્મ અને વિપકને નિર્દેશ થયેલ છે.૪૮ વિ. સં. ૧૨૮૮ ના બીજા એક લેખમાં દ્રમ્મ અને વિશોપકને ઉલ્લેખ થયેલે છે.પ૦ વિ. સં. ૧૨૯૧ ના લેખમાં વસ્તુપાલને પુત્ર જયંતસિંહ ખંભાતમાં અબુ ધ્યાપાર (મુદ્રા-વ્યવહાર) કરતા હોવાનું જણાવ્યું છે. ભીમદેવ રજાના ઝુમન વિ. સં. ૧૯રાના લેખમાં કમ્મને ઉલ્લેખ થયેલે છે.પર
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy