SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૨) કરછમંડલ . ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૦૮૭. (ઈ. સ. ૧૦૩૦)ના લેખમાં તેમજ વિ. સં. ' ૧૦૦૦ (ઈ. સ. ૧૦૩૪)ના લેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. એના વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ને દાનપત્રમાં ધડહડિકા–૧૨ નામના પેટા વિભાગને ઉલ્લેખ છે. આ ધડહડિકા જાણવામાં આવ્યું નથી. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના શિલાલેખમાં કચ્છમંડલને અને ભદ્રેશ્વર વેલાકુલ (બંદર)નો નિર્દેશ થયેલ છે. ભદ્રેશ્વર એ આજનું ગાંધીધામ પાસેનું પ્રસિદ્ધ જૈન તીર્થ ભદ્રેશ્વર છે. (૩) સુરાષ્ટ્રમંડલ * આ મંડલને ઉલ્લેખ માત્ર ત્રણ જ અભિલેખોમાં થયેલું છે. આ ત્રણ અભિલેખે પૈકી ભીમદેવ ર જાના વિ સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં એના મુખ્ય મથક તરીકે વામનસ્થલી (વંથળી)ને નિર્દેશ થયેલ છે. વિસલદેવના તેમજ કર્ણદેવ ૨ જાના લેખમાં પણ સુરાષ્ટ્રમંડલને કેવળ નિર્દેશ થયેલ છે. જોકે ભીમદેવ ર ાના વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ને ભરાણું (તા. જામનગર)ના શિલાલેખમાં “સૌરાષ્ટ્રદેશ” તરીકે ઉલ્લેખ થયેલું છે, બીજી બાજુ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરોળના શિલાલેખમાં મંગલપુર (માંગરોળ), રયાવાડ (ચોરવાડ), વલઈજ (બળેજ) અને વામનસ્થલી (વંથળી) તથા લાઠિદ્રા (લાઠોદરા) પથકને નિર્દેશ થયેલ છે. મૂલરાજ ૧ લાના રાજ્યકાળ દરમ્યાન ઘૂમલીમાં બાક્કલદેવ રાજ્ય કરતો હતો ત્યારે પૂર્વકાલનું અપરસુરાષ્ટ્રમંડલ “નવસુરાષ્ટ્રમંડલ” તરીકે ઓળખાતું થયું હતું, જ્યારે એની અંદર પ્રદેશ “જેટુક” દેશ તરીકે જાણીતું હતું. આ પ્રદેશમાં પૌરવેલાકુલ (પોરબંદર)ને પણ સમાવેશ થયો હતો. આ હકીક્ત બાષ્કલદેવના વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯) ધૂમલીના તામ્રપત્રમાંથી પ્રાપ્ત થાય છે. (૪) ખેટક મંડલ પ્રાકુ-ચૌલુક્યકાલમાં વિષયથી મોટો વિભાગ “મંડલ” કહેવા અને ખેટકમંડલને ત્યાં એ રીતે ઉલ્લેખ થતું જોવા મળે છે.૧૧૧ - ચૌલુક્યોનાં ઉપલબ્ધ તામ્રપત્રોમાં ક્યાંય ખેટક-મંડલને ઉલ્લેખ આવતું નથી; જોકે લેખપદ્ધતિમાં આપેલા વિ. સ. ૧૨૮૮ના ભીમદેવ ર જાના સમયના બે દસ્તાવેજોમાં “ખેટકધારમંડલને ઉલ્લેખ થયેલ છે.૧૧૨ બીજી બાજુ આ સમયના
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy